Surat
માલવણ પાસે ડીઝલ ભરેલ ટેન્કર પલટી માર્યું

(રીઝવાન દરિયાઈ ખેડા: ઠાસરા)
ગળતેશ્વર તાલુકાના માલવણ પાસે સેવાલીયા ડાકોર રોડ ઉપર સેવાલીયા તરફ એક ડીઝલનું ટેન્કર નંબર GJ 06 BV 0126 આવતું હતું 3000 લીટર ડીઝલ થી હલન ચલન થતાં વાહનચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો જ્યાં ટેન્કર પલટી મારીને ડિવાઇડર ઓળંગીને બીજા રસ્તા પર પડ્યું હતું.
જ્યાં પેટ્રોલ ડીઝલ ભેગું થતા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અકસ્માતને જોતાં વાહનચાલકો ત્યાંજ ઉભા થઈ ગયા હતા અને એક તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો જેથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સેવાલીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રણ માં લઈ ક્રેનની મદદથી ટેન્કરને ઉભું કરી વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો