Chhota Udepur

કવાંટ તાલુકાના પાનવડમાં બાળ શ્રમ નાબુદી માટેની ટાસ્કફોર્સ ટીમે ખાનગી એકમમાંથી બાળશ્રમિકને ઉગારી લીધો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર, તા.૦૨
છોટાઉદેપુર જીલ્લાના મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા રેડ પાડી એક બાળમજુરને મુક્ત કરવામાં આવ્યો હતો. અહીની બાળ શ્રમયોગી નાબુદી માટેની ટાસ્ક ફોર્સ દ્વારા આ રેડ ગત ૨૨ ડીસેમ્બરના રોજ કવાંટ તાલુકાના પાનવડમાં કરવામાં આવી હતી. ટાસ્ક ફોર્સ કમિટીના સભ્યો દ્વારા તપાસ કરતા રૂજલ જેમ્સ નામની આ સંસ્થામાં બાળ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું. કમિટીના સભ્યો દ્વારા કામે રાખનાર સંસ્થા અને બાળ શ્રમિક બંનેના નિવેદનો લેવાયા હતા.

Advertisement

બાળકના પાલક અને બાળકનું જરૂરી કાઉન્સેલીંગ કરી બાળકને બાળ મજૂરીમાંથી મુક્ત કરવાની કાર્યવાહી કરી બાળ સરક્ષણ ગૃહ છોટાઉદેપુર ખાતે આ બાળકની સોંપણી કરેલ છે. સમગ્ર તપાસ આ સમિતિમાં શ્રમ અધિકારી મહેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના કર્મચારી વિભાભાઇ ભરવાડ, ડીઈઓ ઓફીસ તરફથી ધનેશભાઈ વણકર, જનરલ હોસ્પિટલ તરફથી કલ્પેશભાઈ રાઠવા, સમાજ સુરક્ષા વિભાગમાંથી અમિતભાઈ પરમાર, બાળ સુરક્ષા એકમ તરફથી હીનાબેન ચોધરી, ચાઇલ્ડલાઈન સંસ્થાના મહેશભાઈ રાઠવા તેમજ પોલીસ સ્ટેશનમાંથી કલ્પેશભાઈ પ્રજાપતિ વગેરે લોકોએ ભેગા મળી શ્રમિક બાળકને બચાવવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો. આ તમામના સહિયારા પ્રયત્નથી એક નિર્દોષ બાળકને બાળ મજૂરીમાંથી બચાવવાનું એક નેક કામ પર પડેલ છે.

Advertisement

Trending

Exit mobile version