Surat
સુરત ના શિક્ષકે જીવલેણ બીમારી નું પ્રથમ સ્ટેજ માં નિદાન થઈ શકે તે વિષય પર કર્યું પી.એચ.ડી

(પ્રતિનિધિ સુનિલ ગાંજાવાલા સુરત)
ઈમેજ ડીટેકશન એન્ડ સેગમેન્ટશન મેથડ યુસિંગ આર સીએનએન ઓન હાર્ડવેર પ્લેટફોર્મ નું બનાવ્યું સોફ્ટવેર
બદલાતી જતી પદ્ધતિ જીવન શૈલી અને ખોરાક ની પદ્ધતિ ના કારણે લોકો જીવલેણ બીમારીનો ભોગ બનતા હોય છે ,ખાસ કરીને બ્રેન ટ્યુમર અને કેન્સર જેવી બીમારીઓને સમયસર નિદાન થઈ જાય તો તેમાંથી બચી શકાય છે.પંરતુ મોટાભાગે આવી બીમારીઓ નું નિદાન મોડું થતા લોકો ને જીવ ગુમાવવાનો વારો આવે છે.આવું ના થાય તે માટે સુરત ના જહાંગીપુરા ખાતે રહેતા એક શિક્ષકે જીવલેણ બીમારીઓ નું પ્રથમ સ્ટેજ માં નિદાન થઈ શકે તે વિષય પર Image Detection and Segmentation method using R-CNN on hardware Platform શોધ કરી પી. એચ. ડી કર્યું છે.
સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા ડોક્ટર અમિત ગજજરે રાજસ્થાનની માધવ યુનિવર્સિટી ખાતેથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગ માંથી ઈમેજ ડીટેકશન એન્ડ સેગમેન્ટશન મેથડ યુસિંગ આર સીએનએન ઓન હાર્ડવેર પ્લેટફોર્મ પર પી.એચ.ડી કર્યું છે. ડોક્ટર અમિત ગજજરે કહ્યું કે આજની લાઇફમાં ઘણા લોકોને છેલ્લા સ્ટેજ પર બીમારી ને ખબર પડતી હોવાથી તેઓનું જીવન બચાવવું શક્ય હોતું નથી ,જો પ્રથમ સ્ટેજમાં જ કેન્સર અને બ્રેઈન ટ્યુમર જેવી બીમારીનું નિદાન થઈ જાય તો જીવન બચાવી શકાય છે અને મારે આ સબ્જેક્ટ ફરજ પીએચડી કરવું હતું તેથી મેં એવું ઈમેજ અને સોફ્ટવેર ડેવલપ કર્યું કે જેમાં શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠ હોય અને તેની ખબર પડી જાય છે અને એ પણ પ્રથમ સ્ટેજમાં જ. મેં રાજસ્થાન ની યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે મેં જે સબ્જેક્ટમાં પીએચડી કર્યું છે તેના થકી આગામી દિવસોમાં માત્ર બીમારીઓ જ પરંતુ પોલીસને ગુનેગારોને પકડવામાં પણ મદદ મળી શકશે કારણ કે આ સોફ્ટવેર એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેમાં તમે જે તે ગુનેગારનો ચહેરો મૂકો તો તે તેની સમગ્ર માહિતી તરત જ ડિટેક્ટ કરી લેશે. આ સોફ્ટવેરમાં ઈમેજ થાય છે અને ઈમેજ થકી તમે નિદાન કરી શકો છો.