Connect with us

Gujarat

અમરેલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ ત્રાટકી, મોટા પ્રમાણમાં દારૂ બનાવવાની સામગ્રી મળી

Published

on

a-team-of-state-monitoring-cell-raided-amreli-found-a-large-quantity-of-liquor-making-material

ગુજરાત સ્ટેટ મોનિટરીંગ દ્વારા સૌરાષ્ટ્રમાં દારૂના વેચાણ પર તવાય બોલાવવામાં આવી છે. રાજકોટ–જેતપુરમાં ઇંગ્લિશ દારૂ ઝડપાયા બાદ અમરેલી જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનિટરિંગ ટીમ ત્રાટકી ખાંભા ના આંબલીયાળા સીમ વિસ્તારમાં મોડી રાતે દરોડો પાડતા દેશી દારૂ સપ્લાય થાય તે પહેલા બે આરોપીને પણ દબોચી લીધા હતા. અહીં દેશી દારૂ, દેશી દારૂ, દેશી દારૂ નો આથો બનાવટી સાધનો સામગ્રી પણ મળી આવી હતી. આ ઉપરાંત મુદ્દા માલ માં ૬ નંગ બેરલ, ૫ નંગ ટાંકી,૪ ગેસના ચૂલા,૭ સિલિન્ડર,ગેસ રેગ્યુલેટર પાણી ની મોટર,ટેમ્પો,મોબાઇલ,સહિત ૩,૭૯,૩૪૨ નો કુલ મુદ્દા માલ ઝડપી પાડ્યો છે.

a-team-of-state-monitoring-cell-raided-amreli-found-a-large-quantity-of-liquor-making-material

અને ૨ આરોપી ઝડપાયા હતા આરોપી (૧) મહેશભાઈ બાલુભાઈ સોલંકી રે આંબલીયાણા, (૨) ગણેશ ઉર્ફે ગુણો રામભાઈ ડાભી રે આંબલીયાણા, વાળાને ઝડપી SMC ના પી.એસ.આઇ રવિરાજસિંહ જાડેજા ની ટીમ દ્વારા કાર્યવાહી કરી તમામ મુદ્દા માલ સાથે ખાભા પોલીસને તપાસ સોંપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પીપાવાવ દરિયાકાંઠાના ગામડાઓમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. મોટાભાગના ગામડામાં રાત્રિના સમયે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અહીં પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ખાનગી રાહે દરોડો પાડવામાં આવે તો દેશી દારૂ ઝડપાય તેમ છે

Advertisement
error: Content is protected !!