Gujarat

12 વર્ષની સગીરા પર કિશોરે દુષ્કર્મ આચર્યું

Published

on

પખવાડિયા બાદ સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો થતાં મામલો ઉજાગર થયો.

ખેડા જિલ્લામાં વધી રહેલા દુષ્કર્મના બનાવો ચિંતાનો વિષય બન્યો છે. હજી વસો પંથકમાં આધેડના દુષ્કર્મની પાપલીલાની સહી સૂકાઈ નથી ત્યાં વધુ એક દુષ્કર્મનો બનાવ ઉજાગર થયો છે. પોલીસ ચોપડે નોધાયેલી ફરિયાદમાં 12 વર્ષની સગીરા પર કિશોરે દુષ્કર્મ ગુજાર્યુ છે. પખવાડિયા બાદ સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો થતાં સમગ્ર મામલો ઉજાગર થયો હતો. બોલવા માટે જીદ કરી કિશોરે કીશોરીને બોલાવી ઓરડીમાં જઈ બદકામ કર્યુ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. આ બનાવ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ફોઈના ઘરે રહેતી 12 વર્ષિય સગીરાને પડોશમાં રહેતા કિશોરે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ગત 14 ઓક્ટોબરના રોજ સગીરાએ પોતાની ફોઈને કહેલ કે, આપણા ઘરની સામે રહેતો કિશોર તેણીની સાથે બોલવાનું કહી મળવાની જીદ કરે છે. જેથી આ સગીરાની ફોઈએ આ કિશોરના ઘરે તેની માતાને મળી કિશોરના હરકત બાબતે જાણ કરી હતી. સામે માતાએ પણ પોતાના દીકરાને આ બાબતે ઠપકો આપશે તેવી વાત પણ કરી હતી.

 

Advertisement

બાદમાં આ દિવસે બપોરે સગીરાને પેટમાં અસહ્ય દુખાવો થતા તેના ફોઈ તેણીને દવાખાને લઈ ગઈ દવા કરાવી હતી. તો પણ સાંજ સુધી તેને સારૂ ન લાગતા ફોઈએ પ્રેમથી પોતાની સગીર વયની ભત્રીજીને પુછતા તેણીએ જણાવેલ કે, આપણા ફળિયામાં રહેતો કિશોરે પ્રેમજાળમાં ફસાવી ઈશારા કરી મને બોલાવતો હતો અને આજથી પખવાડિયા અગાઉ આ કિશોરે મને નજીક આવેલી ઓરડીમાં સવારના સમયે લઈ જઈ મારે સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેના કારણે આ દુખાવો થાય છે જે તે સમયે મે કોઈને આ વાતની જાણ કરી નહોતી. પરંતુ 12 ઓક્ટોબરના રોજ આ કિશોરે ફરીથી મને આ ઓરડીમાં લઈ જઈ શારિરીક અડપલા કર્યા હતા. આ વાત સાંભળી ફોઈ અને સગીરાના પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને સમગ્ર બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ ટાઉન પી.આઈ. એમ.બી.ભરવાડે જણાવેલ કે, ઘટના બાબતે તુરંત પોલીસે ફરિયાદ નોંધી આરોપી કિશોરની અટકાયત કરી છે. પોલીસે આરોપીના મેડીકલ રીપોર્ટ પણ કરાવ્યા છે. સગીર યુવક, યુવતી બંને મિત્રો હતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો..

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version