Gujarat

એ..ચોર..ચોર…ચોર.. પકડો..પકડો.. મંજુસર પંથકમાં ચોર આવ્યાની લોકબૂમ, ચોર અને પબ્લિક વચ્ચે પકડદાવ

Published

on

સાવલી તાલુકાના મંજુસર પંથકમાં ચોર આવ્યા ચોર આવ્યા ની બુમો ના પગલે રહીશો માં ભારે ડર ની લાગણી પ્રસરી છે અને ઉજાગરા કરવાનો વારો આવ્યો છે જ્યારે  મંજુસર પોલીસે અગમચેતી ના પગલે સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ થી સાવધાન અને સાવચેત રહેવા માટે અને સંકટ સમયે 100 નંબર પર ડાયલ કરવાની અપીલ કરતો મેસેજ વાયરલ કર્યો છે

સાવલી તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી ચોર આવ્યા ચોર આવ્યા ની બૂમો ઊઠવા પામી છે તેના કારણે ભારે ઉચાટ અને ઉશ્કેરાટ ની લાગણી ફેલાઇ છે તેના પગલે તાલુકા વાસીઓને ઉજાગરો કરવાનો વારો આવ્યો છે અને ખાસ કરીને મંજુસર પંથક માં વધુ બૂમો ઉઠી રહી છે તેના પગલે નાગરિકો પોતાની સુરક્ષા માટે અને ચોર ને ઝડપી પાડવા લાકડી ધારિયા પારિયા જેવા હથિયારો લઈને આખી રાત પહેરો ભરતા  જોવા મળી રહ્યા છે અને ચોરની બુમો ના પગલે ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા છે સાથે સાથે ભારે લોક ટોળા ભેગા થઈને પોતાની ગામની સીમો  પાદર ,મહોલ્લા ઓ અને વિવિધ વિસ્તારોને મારક હથિયારો લઈને આખી રાત ફરી રહ્યા છે  સાથે સાથે ટેમ્પો લઈને ચોરી કરતી ગેંગ ની ફરિયાદ મંજુસર  પોલીસ મથકે એક મહિલા અને આઠ અજાણ્યા ઈસમો સામે ૪,૫૦ લાખની ચોરી નોંધાવા પામી છે આ ઘટનાના પગલે તાલુકાની પ્રજામાં ડરની લાગણી પ્રસરી ગઈ છે અને અજાણ્યા ચોરો ની ખબર થી થર થર કાંપી રહ્યા છે સમગ્ર ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઈને  પોલીસ વિભાગે રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે અને હકીકત સુધી પહોંચવા કમર કસી છે અને કોઈ નિર્દોષ ના દંડાય તે માટે જરૂરી સૂચનો કરીને  વિવિધ ગામના આગેવાનો અને સરપંચો સાથે મીટીંગો ગોઠવી છે અને મંજુસર પોલીસ મથકના પી આઇ કૌશિકભાઈ સિસોદિયાએ સોશિયલ મીડિયા થકી પ્રજા જોગ સંદેશ વાયરલ કર્યો છે અને કોઈ કોઈપણ અફવા થી ડરવાની જરૂરત નથી તેમ જ નોકરીયાત અને નવરાત્રી જોવા અને રમવા જતા ખેલૈયાઓને ચોર સમજીને હેરાન કરવાની જરૂર નથી જો કોઈ શંકાસ્પદ લાગે તો 100 નંબર પર ફોન કરવાની સમજ આપવામાં આવી છે.

Advertisement

કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા ગતિવિધિ જણાય તો પોલીસ ને જાણ કરવા સમજ કરી છે અને ૧૦૦ નંબર પર ડાયલ કરવા સૂચન કર્યું છે તેમ છતાં જો કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે અને પોલીસ ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે અને સમગ્ર ઘટના પર પોલીસ નજર રાખી રહી છે તેવું જણાવીને તમામ પંથકવાસીઓને શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે સાથે સાથે તાલુકાની પ્રજા પણ ખોટી અફવા ફેલાવનાર સામે કડક સાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે અને ઘટનાની ઊંડે સુધી તપાસ કરી સચ્ચાઈ સુધી પહોંચે અને કોઈ ચોર ટુકડી ફરતી હોય તો તેને વહેલી તકે નાગરિકોની સલામતી કાજે યોગ્ય અને કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે જ્યારે અજાણ્યા ચોરો ની બુમોના પગલે તાલુકા જનોને ઉજાગરો કરવાનો વારો આવ્યો છે

 

Advertisement

Trending

Exit mobile version