Connect with us

Gujarat

ગમાણી સ્મશાનમાં જવા માટે કાંટાળો રસ્તો સરપંચના ઘરે જવા RCC !!! વાંક કોનો સરપંચ કે સરકારનો

Published

on

પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારનું ગમાણી ગામ બહોળી સંખ્યામાં વસ્તી ધરાવે છે, મળતી માહિતી મુજબ આ ગામમાં અનેક રસ્તા અને સ્મશાન સુધી જવા રસ્તા સમસ્યા છે.

ગામના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે છતાંપણ ગ્રામજનોની સમસ્યાઓનુ નિરાકરણ આવતુ નથી જન્મ થી લઈ મરણ સુધીની વિવિધ યોજનાઓ સરકાર દ્વારા બનાવવામાં આવિછે ધાર્મિક સ્થળ હોય કે અંતિમક્રિયા સરકારે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવેછે ત્યારે આઝાદીના 75 વર્ષ વિત્યા છતાં ગમાણી ગામમાં સ્મશાનને જવાના રસ્તાના અભાવને કારણે ગ્રામજનો ચોમાસા માં ટ્રેકટર ના સહારે અગ્નિ સંસ્કાર કરવા મજબુર બને છે. આ વાત ગંભીરતાથી લેવી જોઇયે પંચાયત રાજ આવ્યા બાદ અત્યાર સૂધી આવેલા સરપંચોએ સ્મશાને જવાનો રસ્તો બનાવવામાં રસ લીધો કેમ નથી? સુ તેમણે ખબર નથી કે આપણે પણ એક દિવસ મરવાનુંછે અને આજ રસ્તે સ્મશાન યાત્રા લઈને જવું પડશે એવુ તો નથીને કે સ્મશાનના રસ્તા ના રૂપિયા ચવાઇ ગયા હોય? સરપંચનુ ઘર દુર કોતર ની પાર એકલુ હોય ત્યાં જવા RCC રોડ બનાવાતો હોય તો સ્મશાને જવાનો રોડ કેમ બનતો નથી

Advertisement

ગમાણી ગામમાં સામાજિક આગેવાન અમિત ભલાનિયાના જણાવ્યાનુસાર ગમાણી ગામે આદિવાસી સમાજમાં અવસાન થતાં સમાજના અગ્રણીઓ સગા સબંધીઓએ મૃતકની અંતિમક્રિયા કરવા અંતિમ યાત્રા લઈ સ્મશાને નીકળ્યા. તો ગામથી સ્મશાન સુધી પાકો રસ્તો જ નથી. કાંટાળા અને કાદાવ કીચડ, જાડી જખરા વાડા રસ્તે થઈ મૃતદેહ લઈ જતા ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.રસ્તો ન હોય જેના કારણે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. જેથી આદિવાસી સમાજ ના અગ્રણીઓની રસ્તો બનાવવા માંગ છે.

સ્મશાન જવા રસ્તો ન હોવાની અનેક વખત આ વિસ્તારના શાસક પક્ષના નેતાઓ અને વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં સ્મશાન સુધી જવા માટે ના રસ્તાની કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી છે. આજે ગામના ચીમનભાઈ નાનજીભાઈ નું મરણ થતાં સ્મશાને જવા હાલાકી ભોગવવી પડી હતી રસ્તાની વાત કરીએ તો તેઓના ઘરથી અંદાજિત ચાર ૪.કિ.મી જેટલો લાંબો રસ્તો કેટલાક વર્ષોથી ન બનતા અહીના આદિવાસી ભાઈઓ-બહેનોને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.   મુખ્ય રસ્તાથી સ્મશાન ભૂમિ તરફ જતો રસ્તો, આજદિન સુધી ન બનાવતા ગ્રામજનો રોષે ભરાયા છે.

Advertisement

ઘોઘંબા તાલુકાના ગમાણી ગામમાં રસ્તા, સ્મશાન ભૂમિ જેવી અનેક સમસ્યાઓનું નિવારણ વહેલી તકે કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!