Gujarat
કલ્યાણ રાયજી મંદિર ખાતે ત્રિદિવસીય અલૌકિક મનોરથ દર્શન યોજાશે.
(વડોદરા તા.૧૭)
શહેરના માંડવી સ્થિત કલ્યાણરાયજી મંદિર ખાતે ષષ્ઠપીઠાધીશ્વર પૂ શ્રી દ્વારકેશલાલ મહારાજ શ્રી ના જન્મદિન એવમ પૌત્ર ચિરંજીવી શ્રી યદુરાયજી મહોદય શ્રી ના પ્રથમ માકૅન્ડેય પૂજન, ષષ્ઠગૃહ યુવરાજ આશ્રય કુમાર મહોદયશ્રી ના દ્વિતીય લાલન ના નામ કરણ, સુવર્ણ સોપાન પ્રસ્તાવનું ત્રિ દિવસીય આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તારીખ 17 -11 -24 ના રવિવારના રોજ સવારના 10-30 કલાકે પલ્લામાં મનોરથ, સાંજે 6-00 કલાકે બડો મનોરથ દર્શન, તારીખ 18- 11- 24 ના રોજ સોમવારના રોજ સવારે 11-30 કલાકે જરીના બંગલા નો મનોરથ સાંજે 6-30 કલાકે રાજ દરબાર પ્રભુ ના અલૌકિક દર્શન, રાત્રિના 8-00 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ 19- 11-24 મંગળવારે પ્રભુને સોનાના બંગલાના મનોરથ દર્શન સવારે 10-00 કલાકે,11-00 કલાકે પૂજ્ય શ્રી ને માર્કેન્ડેય પૂજન, બપોરના 12-00 કલાકે બરહી પ્રસ્તાવ, નામકરણ સોનાની સીડી, સાંજ ના 6-00 કલાકે પૂજ્ય શ્રી ને કેસર સ્નાન,સત્કાર સમારંભ ષષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્ય આશ્રય કુમાર મહોદયશ્રી ના ચિરંજીવી દ્વિતીય લાલનને પ્રથમ પલના માં ઝુલાવવા નો મનોરથ,કલ્યાણ રાયજી મંદિર માંડવી ખાતે આયોજન કરવામાં આવેલ છે .તો સકલ વૈષ્ણવ સૃષ્ટિને ત્રિદિવસીય અલૌકિક મનોરથ દર્શનના લ્હાવો લેવા ષષ્ઠગૃહ ઉત્સવ સમિતિ વડોદરા દ્વારા જણાવેલ છે.