Panchmahal
શહેરા માં લોકોને છેતરનાર ઠગ સાત મહિને ઝડપાયો
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓએ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.રાઠોડ નાઓએ નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ-તપાસમા રહી નાસતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ – સોર્સીસનો ફરતા વોન્ટેડ ઇન્સ્પેકટર આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે શહેરા ઠગાઇ ના ગુના ના કામનો નાસતો-ફરતો વોન્ટેડ આરોપી ઈશ્વરભાઈ રંગીતભાઈ બારીઆ રહે.નવાગામ તા.શહેરા જી.પંચમહાલ નાનો પોતાના ઘરે આવેલ છે.
તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પો.ઇન્સ. એ પો.સ્ટે.ની સર્વેલન્સના માણસોને જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપી સદરહુ આરોપીને પડી લાવવા સુચન કરતાં સર્વેલન્સ ટીમના માણસોએ સદરહુ આરોપીના ઘરે જઇ તપાસ કરતાં એક ઇસમ બાતમી મુજબનો મળી આવતા સદરહુ ઇસમને પકડી પાડી તેનુ નામઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ ઇશ્વરભાઇ રંગીતભાઇ બારીઆ ઉવ.૩૨ રહે.નવાગામ મીરાપુર ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાનો હોવાનું જણાવેલ. જેથી ઉપરોકત ગુન્હાના કામે આગળની કાયદેસર કાર્યવાહી કરવા સારૂ સદરહુ આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે.