Gujarat

કાનૂની માપ વિજ્ઞાન વિભાગ દ્વારા ગોધરા અને ખેડા જિલ્લાના કુલ ૯ પેટ્રોલ પંપની તપાસણી કરાઈ ____

Published

on

આજરોજ ગુજરાત રાજ્યના કાનૂની માપ વિજ્ઞાન તંત્રના, નિયંત્રક આર.આર.ગોહેલ (GAS), નાયબ નિયંત્રક એસ.એસ.વિશાણાઓના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયંત્રક ગોધરા એચ.એસ.પટેલ તેમજ ફ્લાઇંગ સ્કોડ નિરીક્ષક તથા સિનિયર/જુનિયર નિરીક્ષકોની અલગ અલગ ટીમ બનાવી પંચમહાલ જિલ્લાના ગોધરામાં તેમજ ખેડા જીલ્લામાં કુલ-૯ પેટ્રોલ પંપોની ઓચિંતી તપાસણી કરવામાં આવી હતી.

જેમાં પંચમહાલ જીલ્લાના ગોધરામાં-૨ પેટ્રોલ પંપ તેમજ ખેડા જીલ્લામાં-૧ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ તેમજ ડીઝલની નોઝલમાં નિયત મર્યાદા કરતાં ઓછી ડિલિવરી માલુમ પડતાં ત્રણ એકમો સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને ઉપરોક્ત પંપ જપ્તી હેઠળ અટકાયત કરવામાં આવ્યા છે તેમ મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી ગોધરા – પંચમહાલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે

Advertisement

Trending

Exit mobile version