Gujarat
સાવલી ના જાવલા ગામે પરંપરાગત મેળો ભરાયો
સાવલીપાસેના જાવલા ગામે પરંપરાગત રીતે પ્રતિવર્ષે રમણિયવાતાવરણમાં ભાદરવાસુદનવમ ના દિવસે ભરાતો મેળો આ વર્ષે વરસાદ એ વિરામ લેતાં ભાતીગત મેળો જામ્યોહતો
આધુનિકજમાનામાં પરંપરાગત લોકમેળા અદ્રશ્ય થઈ રહ્યાંછે અને તેનું સ્થાન શાળાઓમાં યોજાતા વહેપારીકરણ ના આનંદમેળાઓ લઈ રહ્યાં છે ત્યારે વડોદરાજિલ્લાના સાવલીપાસે આવેલ જાવલા ગામેં રમણીયવાતાવરણમાં સિંચાઇતળાવ ની પાળે પ્રસિદ્ધ પ્રાચીન જાવલીયાહનુમાનજી નું મંદિર મંદિર આવેલું છે જ્યાં પ્રતિવર્ષે ભાદરવાસુદ નવમ ના દિવસે પરંપરાગત લોકમેળો યોજયછે
આજે હર્યાભર્યાખેતરો વચ્ચેના રસ્તે અસંખ્ય ખાણીપીણી,જીવનજરૂરિયાતસામગ્રી ના અસંખ્યસ્ટોલ સહિત બાળકો માટે વિવિધરમકડાંની દુકાનો અને ઝુલા ચકડોળ પણ લગાવ્યાહતા પરંપરાગત પ્રતિવર્ષે યોજાતા લોકમેળામાં સવારથીજ સાવલી નગર અને તાલુકાના અનેક ગામોમાંથી માનવમહેરામણ ઉમટીપડ્યુંહતું અને સહ પરિવાર લોકમેળા ની મઝામાણી હનુમાનજી ના દર્શન કર્યા હતા