Panchmahal
રીંછિયા ખાતે આદિવાસી દ્વારા પરંપરા ગત ચૂલ નો મેળો ભરાયો
ઘોઘંબાતાલુકાનાં રીછિયા સ્થીત ગુપ્તેશ્વર મહાદેવ નજીક આવેલ ભાથીજીના મંદિર પાસેના ખુલ્લા મેદાનમાં આજે ફાગણ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે આદિવાસીઓ દ્વારા ચૂલના મેળાનું આયોજન પ્રતિ વર્ષે કરવામાં આવે છે તે પરંપરા ને અનુસરીને આજરોજ જચૂલના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં આદિવાસીઓ દ્વારા ઢોલ નગારા ત્રાસા અને પીહા સાથે મધુર કર્ણપ્રિય અવાજો અને કિકિયારી સાથે આનંદ સાથે નાચતા કુદતા આ તહેવારને મનાવતા હોય છે.
આખા વર્ષ દરમિયાન પોતાના પરિવારના ખેતીના કે ધંધાના વિકટ પ્રશ્નો ના નિકાલ માટે બાધા કે અખડીઓ રાખે છે પરિણામે તેઓના પ્રશ્નોનો નિકાલ થાય તો ચૂલના મેળામાં ધખ ધખતા અંગારા પર ચાલીને પોતાની બાધા આંખડી પૂર્ણ કરે છે તેઓના પ્રશ્નોમાં પોતાના ઘરે શેર માટીની ખોટ હોય, સંતાન અવારનવાર બીમાર પડતું હોય, મા-બાપ બીમાર પડતા હોય, ખેતી બરાબર ના થતી હોય, પશુ પક્ષીઓ બીમાર થતા હોય, આ બધા માટે તેઓ બાધા આખડી રાખતા હોય છે અને પોતાના પ્રશ્નોનો નિકાલ થતાં હોળીના દિવસે ચૂલના મેલા પર ચાલીને પોતાની બાધા પૂરી કરે છે