Panchmahal
પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે તાલીમ તથા પ્રેરણા પ્રવાસ યોજાશે
નાયબ બાગાયત નિયામક, પંચમહાલ ખેડુત ભાઇઓ જોગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, બાગાયત ખાતાની યોજના હેઠળ અનુ.જાતિ, અનુ.જનજાતીના તેમજ સામાન્ય જાતિના ખેડૂતોને તાલીમ તેમજ પ્રેરણા પ્રવાસ લઇ જવાનું આયોજન થનાર છે. આ માટે ખેડુત અરજદારની ઉંમર ૩૦ વર્ષથી ૫૮ વર્ષ જરૂરી છે તથા છેલ્લા પાંચ વર્ષથી બાગાયતી પાકોની ખેતી કરતા હોય તેવા ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવનાર છે.
આથી પંચમહાલ જીલ્લાના આવા રસ ધરાવતા પ્રગતિશીલ ખેડુતોને આ માટેની અરજી આધાર પુરાવા સાથે તા. ૩૧.૦૧.૨૦૨૩ પહેલા નાયબ બાગાયત નિયામકની કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, ગોધરા, જિ.-પંચમહાલ ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા પહોંચાડવાની રહેશે. ત્યારબાદ તેઓની અરજીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.