Panchmahal

સુખીયાપુરી ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ શિબિર યોજાઈ

Published

on

ખેડૂતોને વિવિધ યોજનાઓ,પ્રાકૃતિક કૃષિ અને મિલેટ ધાન્ય પાકો વિશે જાણકારી અપાઈ

પંચમહાલ જીલ્લામાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ -૨૦૨૩ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી અને આત્મા પ્રોજેકટ,પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગોધરા તાલુકાના રામપુર જોડકા-સુખીયાપુરી ગામે પ્રાકૃતિક ખેતી માટે તાલીમનું આયોજન કરાયું હતું.એ.પી.એમ.સી ચેરમેનના પ્રટાંગણમાં યોજાયેલ આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ,મિલેટ ધાન્ય પાકો,આત્મા પ્રોજેકટ,ખેતીવાડી, બાગાયત અને પશુપાલનની યોજનાઓ,ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાઓ વિશે ઉપસ્થિત ખેડૂતોને વિસ્તૃત માહિતી પૂરી પડાઈ હતી.

Advertisement

આ પ્રસંગે એ.પી.એમ.સી ચેરમેન રાજેન્દ્રભાઈ,આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર પી.એસ.પટેલ,ખેતીવાડી વિભાગના યોગેશભાઈ પટેલ, બી.ટી.એમ વિશાલભાઈ શાહ, વિસ્તરણ અધિકારી શિલ્પાબેન પટેલ સહિત ગામના સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version