Gujarat
જીવદયા નો અનોખો કિસ્સો કુતરાએ કાળીચકલી નો જીવ બચાવ્યો
પરોલી ગામે ગરમીને કારણે ઝાડ ઉપરથી નીચે પડેલી કાળી ચકલી ને કુતરો મોં વડે પકડી લાવી પોતાના પાલકને સોંપી ચકલીનો જીવ બચાવ્યો
ઘોઘંબા તાલુકાના પરોલી ગામે જીવદયા નો અનોખો કિસ્સો બન્યો છે માણસ માણસનો દુશ્મન બન્યો છે તેવા સંજોગોમાં દૈયડતરફડિયા મારતા નામના પક્ષીઓનો જીવ બચાવી માનવ કરતાં સવાયો સાબિત થયો હતો.
પરોલી ચોકડી ઉપર રહેતા ગોકુળભાઈ પંચાલ ના ઘર પાસે સમડી નું વૃક્ષ આવેલું છે ગતરોજ આ વૃક્ષ ઉપર ચકલીના આકારનું દૈયડપક્ષી બેઠું હતું જે ગરમીના કારણે અચાનક નીચે પડી તરફડિયા મળતું હતું ત્યારે પંચાલ પરિવારને ત્યાં પાડેલો કૂતરો ત્યાંથી પસાર થતો હતો તેણે તરફડિયા મારતા દૈયડપક્ષીને જોઈ પોતાના મોંમા પક્ષીને પકડી પોતાના પાલક તેવા પંચાલ પરિવારના ઘરે આવેલ મંદિર પાસે મૂકી દીધું હતું
પંચાલ પરિવારે પક્ષીને પાણી પાઈ ચણ નાખી તેને અનુકૂળ આવે તેવા વાતાવરણમાં રાખ્યું હતું જેના કારણે બે દિવસમાં પક્ષી સંપૂર્ણ સ્વસ્થ છે
આજરોજ જીવ બચાવનાર કૂતરો અને બચી ગયેલ દૈયડ એટલે પક્ષી એટલે કે કાળીચકલી એક બંને સાથે આત્મીયતા કેળવતા નજરે પડ્યા હ