Editorial
સૌરાષ્ટ્રની ધરતી પર એક સમયે સત્યઘટેલી વીર માંગડાવાળો અને પદ્માવતી ની અનોખી એક પ્રેમકહાની…
- સૌરાષ્ટ્ર ના જાણીતાં જેસોજી-વેજોજી નામ ના બહારવટિયાઓનાં સમયમાં હિરણ નદીના કાંઠે ઘોર જંગલમાં દિવસે વડલો ને રાત્રે દરબારગઢ જેવો આલીશાન મહેલ એક રહસ્યમય
સાથે વડીલાં બીજી તરફ જાન નો વરરાજો વળાવેલી જાન ના ઢોલ નો અવાજ સાંભળીને જાગી જાય છે, સાથે ગળગળા અવાજે ચીસો પાડતો જાન સામે દોડે છે અને કહે છે કે આપ મને આ વડલાના છાંયડા નીચે સુવડાવી ને ક્યાં જતા રહ્યા હતાં, હું જાનના ઢોલ સાંભળીને જાગ્યો છું, ત્યારે ત્યાં બધાં ગભરાય જાય છે, વરની સામે જોઇને કહે છે કે હમારી સાથે આવ્યું હતું, અને ચોરીમાં ફેરા ફર્યું તે કોણ? આમ જોત જોતાં ત્યાં બધાં અનેક વિચારો માં ખોવાયને પરેશાન થઈ જાય છે, ત્યારે બીજી તરફ આ રહસ્ય ની જાણ પદમાંવતી અને અરશીવાળા કાકા ને જ હતી, તેથી પદ્માવતી વેલડામાંથી ખુલ્લા પગે નીચે ઉતરીને રડતાં અવાજે વીર માગડાવાળાને પોકારવા લાગે છે, ત્યારે આખી જાન માં ચકચાર મચી જાય છે, પદ્માવતી ને પકડીને વેલડા માં બેસાડવાની અનેક કોશિશ કરે છે, પણ આ જન્મો જનમ ની પ્રેત બંધાયેલી, જે ભવે ભવનાં ભેગાં રહેવાંના વચનો આપેલા તે કેમ કરીને વેલડામાં બેસે, તો બીજી તરફ સૂર્ય પોતાની મંજિલ તરફ જાણે ઉતાવળ થી દોડી જતો હોય તેમ આથમવા ચાલ્યો જાય છે, ત્યારે અરસીવાળા કાકા જાનઅને વરનાં માતાપિતા સહિત સગાસંબંધીઓ ને આ સમગ્ર ઘટનાં કહી બતાવે છે, ત્યારે વરપક્ષ અરસીવાળા કાકા ને ખૂબ મોટાં ગુનેગાર માનીને કહે છે કે”આપ હમારી સાથે દગાભરી રમત રમ્યા છો, આપ અમારી સાથે છેતરપીંડી કરી એમ”કેટલાક મહેણાં મારીને કટુ વચનો બોલીને પદ્માવતી ને સમજાવવાનું કહે છે, ત્યારે પણ પદ્માવતી તે વડલવાળી જગ્યા છોડવા તૈયાર થતી નથી સાથે જોર જોરથી માગડાવાળાને સાદ આપે છે, ત્યારે અચાનક આજુ બાજુ થી ભયંકર ડરાવતો અવાજ અને ઘટના થતી નજરે પડતાં,અંતે પદ્માવતી ને ત્યાં વડલા નીચે મૂકીને જાન વરરાજા સાથે કન્યા લીધા વગર જ જોત જોતાંમાં સૂર્ય ની સાથે હિરણ ના સામે કાંઠે ઢળતી સાંજની અંધારી રાતમાં અદશ્ય થઈ જાય છે, તો બીજી બાજુ વડલા ની ઘટાઓમાંથી માગડો પદ્માવતી માનવીના રૂપે મળે છે
સાથે અરસીવાળા કાકા એ પોતાના ભત્રીજા ને પદ્માવતી નો હાથ હાથમાં સોંપીને પોતાનું વચન પૂર્ણ કરીને પોતાનું જીવન ટૂંકાવી દે છે,ત્યારે જોત જોતાંમાં વડલાની જગ્યાએ આલીશાન મહેલ નું નિર્માણ થઈ છે, પદ્માવતી અને વીર માંગડાવાળો બંને સાથે રહીને ચોગાથ ની રમત રમેં છે, એકબીજા સામે પ્રેમભરી નજરો મિલાવીને વાતો કરીને રાત વિતાવી લે છે, સવાર ની પરોઢ થતા આલીશાન મહેલ ફરી વડલના રૂપમાં ફેરવાઈને પદ્માવતી ને પોતાના થડ અને છાંયડાનો આશરો આપે છે, તો બીજી તરફ વરપક્ષ દ્વારા પદ્માવતીના ઘરે જાણ કરાતાં બંને તરફથી કુટુંબો દોડી આવે છે, પદ્માવતી ને સમજાવવાની ખૂબ કોશિશ કરવામાં આવે છે, વડલાની નીચે અનેક પ્રકારની હવનવિધિ અને તાંત્રીકવિધિ કરીને વડલા ને કઠિયારા પાસે કપાવવા ની કોશિશ કરે છે, અને પદ્માવતી થી છુટકારો અપાવવાની કામ કરે છે, પણ અંતે તો કોઈ ફેરફાર થતો નથી, સાથે ફરી ભયાનક ડરાવની ઘટનાંઓ ઘટતાં બધાં છોડીને ચાલ્યા જાય છે, ત્યારે એક દિવસ તે વડલાનો છાંયડો જોઈને એક મહાત્માસાધુ તે વડલા નીચે વિશ્રામ કરે છે, ત્યારે વીર માગડાવાળો અને પદ્માવતી તેમનીનું આદર સાથે ખૂબ સેવા કરે છે, સાથે પોતાની સંપૂર્ણ વાતો કહી સભળાવે છે, ત્યારે તેમને મહાત્મા સાધુ”જીવન નું મહત્વ અને અનેક તત્વોનું જ્ઞાન આપીને સમજાવવાની કોશિશ કરે છે કે એક પ્રેત સાથે માનવી સંસાર નય માડી શકાય એમ કહીને ગિરનાર નો માર્ગ પકડીને ચાલતાં થાય મહાત્મા સાધુ
તો એક તરફ પદ્માવતી પોતાના પ્રેમને પામવા માટે પોતાનું જીવન ટુકવીને વીરગતિ પામે છે, પ્રેતયોની પ્રાપ્ત કરીને ફરી વિર માંગડાવાળા સાથે રહેવા લાગે છે, આમ અનેક વર્ષો, મહિના અને દિવસો પસાર થઈ જતા, રાત્રે મહેલ દિવસે વડલો એમ ફેરફાર દરરોજ થયા કરે કહેવાય છે, સમય ની સાથે આ જગ્યા વિકરાળ જંગલમાં ફેરવાઈ જાય છે,ત્યારે આવા સમયે સૌરાષ્ટ્ર ના બહારવટિયાઓ ગણાતાં જેસોજી અને વેજોજી ની એક બીજી રહસ્યમય સત્યઘટના પણ આ વડલા ની જગ્યા પર જ ઘટી હતી કહેવાય છે, જે ઘટના ને સૌરાષ્ટ્ર ની ધરતીના ગૌરવ ગણાતા કવિશ્રી ઝવેરચંદ મેઘાણીએ પોતાની કલમે લખીને ઇતિહાસમાં અમર કરી દીધી,એકસમયે બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે, દિવસ આથમી ગયો છે ને અંધારા ચારે બાજુથી ઘેરાય છે. એ વિકરાળ ઝાડીઓમાં કોઈ પંખી કે માનવી દેખાતાં નથી, બંને જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ હતાં, ત્યારે એક તરફ આછા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંડણાંમાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી, જુવાનો જોઈ રહ્યા, તેમનાં માંથી એક કહે કે “આજ તો આવડી આજ ભેંસના દૂધે વિયાળુ(સાંજનું ભોજન) કરીએ.” કહેવાય છે અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા ત્યારે થોડી વારે ઉજ્જડ વનવગડામાં રૂપાળો દરબારગઢ જેવો આલીશાન મહેલ દેખાયો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ, અસવારો પણ ડેલીએ જઈને, પલાણ છાંડી, ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો,પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી કે કોઈ દરવાન પણ હાજર નથી, ત્યારે ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબ સુંદર યુવાન આવીને ઊભો રહ્યો, તે મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો અને સાથે જ બંને તેમનાં ઘોડાઓને ઘોડારમાં લઈ જઈને બેય ઘોડા બાંધી આવ્યો.
પછી વાળુ(જમવા)ની વેળા થઈ એટલે જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય મહેમાનોને જમવા બેસાડ્યા, રૂપ જેનાં સમાતાં નથી,એવી એક સ્ત્રીએ આવીને રોટલા,શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા,પણ કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા, બંને મુસાફરો તો અજાયબીના વિચારોમાં પડ્યા છે, અહીંયા આવા અંતરિયાળ જંગલમાં આ દરબારગઢ આલીશાન મહેલ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી-પુરુષ બે જ કંઈ રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે હશે?આવા અનેક વિચારો કરતા હતા ત્યારે ત્યાં અચાનક અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાયું,કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે.આખી રાત કણકયા જ કરે છે,જરાય જંપ લેતો જ નથી,બંને મુસાફરો ચોંકીને સાંભળી રહ્યા,બેમાંથી એકેય ને ઊંધ આવી જ નહીં,વિચારમાં પડી ગયાભળભાકે(વહેલી પરોઢે) બંધ પડ્યા.ત્યાર પછી મુસાફરોની આંખો મળી જતાં.
સવારે સારા શરીરે તડકો ચડી ગયો ત્યારે મુસાફરોની આંખ ઊઘડી,આજુબાજુ નજરે કરે,તો ન મળે દરબારગઢ જેવો આલીશાન મહેલ, કે ન મળે ઢોલિયા(ખાટલા)બેય જણા ખુલ્લી ધરતી પર પડેલા, ને બેયનાં ઘોડાં બોરડીના જાળાં સાથે બાંધેલાં, માથે વડલો છે,ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસેય બિવરાવે તેવો અવાજ કરતી હિરણનદી ચાલી જાય છે,તાજુબ થઇને બેય બહારવટિયા ચાલી તો નિકળ્યા,બેઉનાં કલેજાં થડકી પણ ગયા,પણ સાંજ પડી ત્યાંરે બેમાંથી એક ભાઈ બોલ્યો “ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો,ને હવે શું એમનું દુઃખ મટાડયા વિના ભાગી જશું ”એટલે બીજો ભાઈ કહે“સાચું, ન જવાય,આજ પાછા પહોંચી પત્તો મેળવીએ.” એમ કહીને રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ ને ઊભા રહ્યા એટલે એ જ દરબારગઢ જેવો મહેલ, એ જ ચોપાટ,એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા જેવી સુંદર નારી,અને એ જ પથારી.જમવાનું જમીને ઊભા થયા,એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું કે “બોલો, કોણ છો તમે ? ને આખી રાત કણકયા કરો છો કેમ ?” તે સાંભળીને જુવાને જવાબ આપ્યો કે તમને એ જાણીને શો ફાયદો છે ?” બંને મુસાફરો બોલ્યાં“અમે આ મલકનાં જેસોજી અને વિજોજી બહારવટિયા છીએ.જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શું કામનું છે ?”ત્યારે તે બંને મુસાફરો સામે ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો “જુવાનો…ડરશો નહીં ને ?” બંને જુવાનોએ “ડર્યા હોત તો પાછા શું કામ આવત ?”
તે સાંભળીને તે જુવાન છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો “જુવાનો ! હું માંગડો વાળો !” “પ્રેત બન્યો છું”ત્યારે બંને મુસાફરો એકસાથે બોલી ઉઠ્યા ,“માંગડો વાળો!!!”,ત્યારે જેસોજી, કહ્યું “પણ તમે હજી અહી શું કરો છો? તમારી સદગતી કેમ ના થઇ?”ત્યારે માંગડાવાળો કીધું,”ભાઈ જેસા, મેદાનમાં હું વીરગતિ પામ્યો હતો પણ બરછી વાગતા બરછીનો કટકો સામેના જાળનીજમીનમાં મારા એક હાડકા ના કટકા સાથે રહી ગયો છે, જો કોઈ એ હાડકાનું દામોકુંડ માં વિસર્જન કરે તો હું મોક્ષ પામું”એટલે જેસોજી કહ્યું,”અમે જાશું,અમે એનું વિસર્જન કરીશું”, એમ કરી બધા સુઈ જાય છે, સવાર ની પરોઢ થતાં જેસોજી-વેજોજી બેય ખોદી ને હાડકું કાઢે છે અને એનું વિસર્જન કરવા માટે જૂનાગઢ ના દામોદર કુંડ તરફ પ્રયાણ કરે છે, બીજા દિવસની ભયંકર અંધારી રાત જામી છે, જૂનાગઢમાં આ બે બહારવટિયાં થી ડરીને નવાબ અને બેગમ ઝરુખે બેઠા છે,આગલા સમયમાં આ બંને બહારવટિયાઓ જૂનાગઢ ના નવાબ ને મારવાંની યોજના બનાવીને હુમલો કર્યો હોવાથી તે હુમલામાં બેગમ ને બેન માનીને નવાબ ને છોડી દીધો હતો, તેથી નવાબ ડરી ગયો હતો, એટલે રાતે નિંદર નય આવતી હતી, ત્યારે બંને વિચારે છે અને બેગમ કહે છે,
આવી મેઘલી રાતે મારાભાઈઓ નું શું થશે? ત્યારે નવાબ કહે” હા બેગમ, હું પણ એ જ વિચારતો હતો, તમે એને સાદ કરો, જો એ જ હોય તો હું એમનું બહારવટુ પાડું” ત્યારે બેગમ નવાબને કહ્યું”નવાબ મજાક નય કરશો, તમે એમને શાંતિ થી ક્યાં જીવવા દયો છો? ખબર નઈ કેવી હાલતમાં હશે ભાઈ ત્યારે નવાબ કહે છે,” ના બેગમ હું મજાક નથી કરતો જો એ જ હોય તો હું હમણાં ને હમણા એમને એમનો ગરાસ દઉં, તમે અવાજ તો કરો, ત્યારે બેગમ કહ્યું”ભાઈ જેસોજી ભાઈ વેજોજી આવ્યાં છો?ત્યારે દુર થી અવાજ આવે છે, હા બેન હમેં અહિયાં જ છે, ત્યારે નવાબ કહ્યું “તમે આવી રાતે અહિયાં શું કરો છો?જેસોજી એ કહ્યુ “તમારી રક્ષા કરવા અહિયાં બેય ભાઈઓ છીએ,ત્યારે નવાબ કહ્યું,” હું તો તમારો શત્રુ છું તો મારી રક્ષાનું કારણ?” ત્યારે વેજોજી કહ્યું,”કોક તમને મારી જાય તો નામ અમારું ચડે ને એટલે.
આ સાંભળીને નવાબ ખૂબ ખુશ થયો અને ગદગદ સ્વરે બોલ્યો કાલે સવારે સભામાં આવી જજો,એમ બીજે દિવસે સવારે સભા ભરાણી, સભામાં જેસોજી અને વેજોજી આવે છે, નવાબ કહે છે, માંગો જે માંગો એ દવ,જેસોજી: નવાબ માંગવાની વાત નથી, અમને જે અમારું છે એ જોયે છે, અમે માંગતા નથી, નવાબ ૬૪ ગામ ખુશી સાથે પાછા સોપે છે,તો બીજી તરફ જયારે જેસોજી-વેજોજી બંને ભાઈઓ દામોદર કુંડમાં અસ્થી વિસર્જન કરી પાછા આવે છે ત્યારે બધી ખબર પડેછે કે વીર માગડાંવાળા એ બહારવટુ પાર પાડ્યું છે,આમ આજે પણ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની ધરતી પર વીર માગડાવાળા ની લોકકથાઓ,વાર્તાઓ અનેક માનવીઓના મુખે સાંભળવા મળે છે,આજે રાજકોટ થી દ્વારકા જતાં મુખ્ય માર્ગ પર હિરણનદીના કાંઠે ભાણવડગામે વડલા નીચે વીર માગડાવાળો અને સતી પદ્માવતી ની અમર સમાધિ આવેલી છે,જેને જોવાં પ્રવાસીઓ ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં આવે છે,જે ગુજરાત ની ધરા પર ભૂતવડ તરીકે ખૂબ જાણીતું બન્યું છે…
પ્રતિનિધિ:-લક્ષ્મણ રાઠવા ઘોઘંબા