Offbeat
અનોખું રેલવે સ્ટેશન, જ્યાં રાજસ્થાનમાં લાગે છે લાઇન અને મધ્યપ્રદેશમાં મળે છે ટિકિટ
ભારતમાં આવી ઘણી રસપ્રદ જગ્યાઓ છે, જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. દિલ્હી અને મુંબઈ રેલ માર્ગ પર એક રેલ્વે સ્ટેશન છે જે બે રાજ્યોમાં આવે છે. તમને આ જાણીને અજુગતું લાગશે, પરંતુ આ બિલકુલ સાચું છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આવતા આ સ્ટેશન પર અડધી ટ્રેન એક રાજ્યમાં અને અડધી બીજા રાજ્યમાં ઊભી રહે છે.
કોટા વિભાગમાં આવતા આ સ્ટેશનનું નામ ભવાની મંડી રેલવે સ્ટેશન છે, જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે વહેંચાયેલું છે. તે ભારતમાં તેના પ્રકારનું એકમાત્ર રેલવે સ્ટેશન છે. આ અનોખા રેલવે સ્ટેશન પર બંને રાજ્યોની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પર આવેલું આ રેલવે સ્ટેશન ઘણી રીતે ખૂબ જ ખાસ છે. આ સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે, અહીં રાજસ્થાનમાં લોકો ટિકિટ લેવા ઉભા રહે છે અને ટિકિટ આપનારો ક્લાર્ક મધ્યપ્રદેશમાં બેસે છે.
મધ્યપ્રદેશના લોકોને દરેક નાના-મોટા કામ માટે ભવાની મંડી સ્ટેશન આવવું પડે છે. તેથી બંને રાજ્યોના લોકો વચ્ચે પરસ્પર પ્રેમ અનેસંવાદિતા દેખાય છે. રાજસ્થાનની સરહદ પર સ્થિત લોકોના ઘરનો આગળનો દરવાજો ભવાની મંડી શહેરમાં ખુલે છે, જ્યારે પાછળનોદરવાજો મધ્ય પ્રદેશની ભેંસોડા મંડીમાં ખુલે છે. બંને રાજ્યોના લોકોનું બજાર પણ એક જ છે.
બંને રાજ્યોના સરહદી વિસ્તારો ડ્રગ્સના વેપાર માટે કુખ્યાત છે. મધ્યપ્રદેશમાં ચોરી કરીને રાજસ્થાન ભાગી જતો હતો, ત્યારબાદરાજસ્થાનમાં ચોરી કરીને મધ્યપ્રદેશ ભાગી જતો હતો. સરહદી વિસ્તાર હોવાથી તસ્કરો તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. તેથી કેટલીકવાર બંનેરાજ્યોની પોલીસ વચ્ચે સરહદને લઈને વિવાદ થાય છે.
આ રેલવે સ્ટેશનના નામ પર એક ફિલ્મ પણ બની છે. આ કોમેડી ફિલ્મનું નામ છે ભવાની મંડી ટેસન જેનું નિર્દેશન સઈદ ફૈઝાન હુસૈન કરીરહ્યા છે. આ ફિલ્મમાં જયદીપ અલ્હાવત જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.