Surat

સુરતીઓની સાઇકલ પર અનોખી રાસલીલા

Published

on

ઞરબાની મોસમ આવે એટલે ગુજરાતીઓની ક્રીએટિવિટી સોળે કળાએ ખીલી ઊઠે છે. એમાંય મનમોજીલા સુરતી લાલાઓ પણ પાછળ નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ એટલો જ ઉત્સાહ અને રંગ છવાયેલા છે ત્યારે સુરત જિલ્લા ક્રિકેટ અસોસિએશનના અનોખા રાસગરબાનો વિડિયો જબરો વાઇરલ થયો છે. આ ઇવેન્ટ દરમ્યાન તમામ ઉંમરના લોકો એક વર્તુળમાં સાઇકલ ચલાવતા અને ખૂબ ધાર્મિક ભક્તિ સાથે દાંડિયા રમતા જોવા મળ્યા હતા.
સુરત જિલ્લા ક્રિકેટ અસોસિએશન દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી ૯ દિવસમાં ભક્તો દેવી દુર્ગાને પ્રાર્થના કરે છે અને ઉપવાસ કરે છે. શરદ નવરાત્રિનો ૧૦મો દિવસ દશેરા અથવા વિજયા દશમી તરીકે ઊજવાય છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં નવરાત્રિ દરમ્યાન રામલીલાનું વ્યાપક આયોજન કરવામાં આવે છે. રામલીલા દરમ્યાન રાવણ પર ભગવાન રામના વિજયની વાર્તા રજૂ કરવામાં આવે છે.

Advertisement

રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત

Advertisement

Trending

Exit mobile version