Vadodara
સાવલીમાં પધાર્યા એક અનોખા સંત
ઋષિ પંચમી ના શુભ દિવસે પધાર્યા સાવલી માં એક અનોખા સંત..!!
❗ સાથે લઈ આવ્યા હતા કમંડળ અને જોળી તે સંત અનોખા,
❗ ન હતી સાથે શિષ્યો ની કોઈ ટોળી કે ન કોઈ દેખાડો..!!
❗ હતા તો તે દેવદૂત સર્વે સંતો થી કંઈક અનોખા..!!
❗ ન કરાવતા હતા કદી તે સેવા, કે પગ મારા પખાડો..!!
❗ ના તેમને બાંધ્યા મોટા આશ્રમો કરવા દેખાડો..!!
❗ પાત્રતા પ્રમાણે આપવું હોય તેને જ તે આપે,
ન માંગતા તે કદી ફાળો..!!
❗ ન ફૂકતા કદી ચલમ, કે ન કરતા કદી સત્સંગ નો દેખાડો..!!
❗ આપી ગરીબો ને રોજી કામ તે વિકાસ ના કરાવતા, વિકાસ ના કાજે દવાખાના સ્કૂલ કોલેજ તે બંધાવતા..!!
❗ ગરીબ અને બે સહારા ને તે કાયમ જાત્રા કરાવતા,
❗બાપ બની ગામ આખા ને તે પ્રસંગે ખુબ જ ખવડાવતા..!!
❗ હતો તેમને સાવલી પ્રત્યે ગયા જન્મ નો નાતો,
❗સાવલી ના વિકાસ સિવાય તે ન કરતાં બીજી વાતો..!!
❗ આડંબરીઓ ને તે કાયમ પોતાના થી દૂર રાખતા,
❗દુષ્કાળ વખતે તે રાજ્ય આખા માંથી પીળીત પશુઓ ને સાવલી માં લાવીને રાજાશાહી થી રાખતા..!!
❗ આ અનોખા સંત સાવલી ના ” સ્વામીજી ” તરીકે જ ઓળખાતા..!!
🙏 ઓમ નમઃ શિવાય 🙏