Gujarat
મહીસાગરના કડાણામાં મહેસુલી અધિકારીનો દારુ પીતો વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા તંત્ર માં મચ્યો હડકમ્પ

કડાણા મામલતદાર કચેરીના મહેસુલી અધિકારી પેક મારતા સોશ્યલ મીડિયા માં વાઇરલ
મહેસુલી અધિકારી નો દારુ પીતા વિડીઓ સોશ્યલ મીડિયા માં વાયરલ થતાં જીલ્લા તંત્ર માં મચ્યો હડકમપ.
મહીસાગર જિલ્લામાં દારુ બંધી ની મજાક ઉડાવતા હોય તેમ ચાલુ ફરજ દરમ્યાન કડાણા ખાતે દારૂ નો સ્વાદ માણી રહેલ જોવાં મળે છે.
મહીસાગર જીલ્લા માં
કડાણા તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રાકેશ પરમાર નો દારુની મોજ માણતો વિડીઓ વાયરલ થતાં સમગ્ર કડાણા તાલુકા માં ને મહીસાગર જીલ્લા માં આ વિડીયો એ ભારે હલચલ મચાવેલ છે.
ગઈકાલે પણ ડાંગર તોલવા આવેલા કર્મચારીઓ નો વિડિઓ વાયરલ થયેલ ને આ કડાણા મામલતદાર કચેરી ના કમઁચારી
મહેસુલ અધિકારી નો દારુ પી તો વિડીઓ સોશ્યલ મીડિયા માં વાયરલ થતાં જીલ્લા માં અત્ર તત્ર સર્વત્ર દારુબંધી માત્ર કાગળ પર જ રહેલી જોવાં મળે છે. ને અસામાજિક તત્વો દવારા ને બુટલેગરો દવારા તેમનાં દારૂના અડ્ડા ને દારુની ડીલેવરી અને વેચાણ ની કામગીરી યથાવત જોવાં મળે છે ને વરલી મટકા નો જુગાર પણ જાહેર માં રમાડાય છે. ને બિન્ધાસ્ત કોઈ ના પણ ડર વગર દારુ વેચનારને દારુ પીનારા ઓ તેનું વેચાણ કરી રહેલ છે ને દારુબંધી હોવાં છતાં પીનારા પી રહેલ છે.
કડાણા ના બનાવમાં ને લુણાવાડા ના બનાવમાં જીલ્લા નું તંત્ર ને રાજય સરકાર અને ગૄહવિભાગ ને મેહસુલ વિભાગ ને કૃષિ વિભાગ દ્વારા ઊચ્ચસતરે તપાસ કરાવે તેવી માંગ ઉઠેલ છે.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા
સંતરામપુર.