Mahisagar

ગુજરાતનું એવુ ગામ જ્યાં પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની યાદ માં મેળો ભરાઈ છે

Published

on

આંબલી અગિયારસ પાવન અવસરે મહીસાગર જીલ્લા ના કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ના રાજસ્થાન બોર્ડર પર આવેલ સરસવા ગામે આદિવાસી ઓના ભવ્ય અને ભાતીગળ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળા નું મહત્વ એ છે કે વર્ષો પહેલા પડેલા દુષ્કાળ માં અછત ની કામગીરી દરમિયાન વડાપ્રધાન રાજીવ ગાંધી એ 23 માર્ચ 1986 ના આંબલી અગિયારસ ના દિવસે સરસવા ગામ ની મુલાકાત લઇ શિક્ષણ,રસ્તા, આરોગ્ય તેમજ અનેક વિકાસ ના કામો કર્યા હતા તે સમયથી દર વર્ષે આમલી અગિયારસ ના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજીવગાંધી નો ફોટો મૂકી તેની પૂજા અર્ચના કરી આ મેળો ઉજવાય છે

આ મેળા માં રાજસ્થાન તેમજ ગુજરાત ના ખૂણે ખૂણે થી આદિવાસી સમાજ ના લોકો આવે છે અને મેળા ની મજા માણે છે રાજીવ ગાંધી જયારે વડાપ્રધાન હતા તે દરમિયાન મહીસાગર જિલ્લા ના કડાણા તાલુકા ના સરસ્વા ઉત્તર ગામ ની દુષ્કાળ ની પરિસ્થિતિ માં મુલાકાત લઈને અછત કામની મુલાકાત લીધી હતી. ને સ્થાનિક લોકો ને પાણી રોડ રસ્તા સહીત શિક્ષણ ની અને આરોગ્યની નોંધનીય વ્યવસ્થા કરી આપતા ગામ લોકો રાજીવગાંધી ને દેવ માનતા હતા અને સરસ્વા ગામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ ના મંદિર માં રાજીવગાંધી નો ફોટો મૂકી પૂજા અર્ચના કરી પછી જ આ મેળામાં લોકો મજા માણેછે 1986 થી દરવર્ષે મેળા નું આયોજન કરવામાં આવે છે અને દુર દૂર રહેતા સ્થાનિક આદિવાસી લોકો મેળા ની મજા માણવા આવે છે આમ પરંપરાગત રીતેમેળો વર્ષો થી ઉજવાય છે અને લોકો માં પણ હર્ષો ઉલ્લાસ સાથે જોવા મળે છે.

Advertisement

Trending

Exit mobile version