Gujarat
ડાકોર ભવન્સ કૉલેજમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ
ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્ર સંચાલિત ભવન્સ કોલેજમાં આજરોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કૉલેજના રમત-ગમત વિભાગ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયન્સ ફેકલ્ટી પ્રથમ ક્રમે અને કોમર્સ ફેકલ્ટી દ્વિતીય ક્રમે તેમજ આર્ટ્સ ફેકલ્ટી ત્રીજા ક્રમે વિજેતા બની હતી.
કાર્યક્રમમાં કૉલેજના કાર્યકારી આચાર્ય ડૉ.ટી.આર. ત્રિવેદી તેમજ આર્ટ્સ વિભાગ તેમજ રમત-ગમત વિભાગના કૉ-ઓર્ડીનેટર ડૉ. એ. કે. ચૌધરી તેમજ નેક કૉઓર્ડીનેટર ડૉ. સહજ ગાંધી અને NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. કે.કે. દવે તેમજ અન્ય અધ્યાપકોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને અભિનંદન આપ્યા હતા. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.