Dahod
ઝાલોદ નગરના ચિત્રોડિયા મુકામે કરંટ લાગતા મહિલાનું મોત

(પંકજ પંડિત દ્વારા)
ઝાલોદ ચિત્રોડિયા મુકામે રહેતા કટારા રાજુભાઈ હુરજીભાઈ જે ખેતી કરી ગુજરાન ચલાવે છે. વરસાદ પડતાં તેઓ પોતાના ખેતરમાં હળ ખેડી ખેતી કરી રહ્યા હતા. કટારા રાજુભાઈની પત્ની વનિતાબેન કટારા પણ ખેતરમાં મકાઈના દાણા નાખી તેમના પતિને ખેતી કરવામાં મદદ કરી રહ્યા હતાં. વનિતાબેનને કોદાળી થી જમીનમાં ખેતી કરતા હતા તે દરમિયાન તેમને બાજુમાં આવેલ વીજ થાંભલાનું અરથિંગ જે જમીનમાં ઉતારેલ હતું તે અરથિંગને કોદાળી અડી જતાં કરંટ લાગ્યું હતું. તાત્કાલિક તેમના પતિ તેમજ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને વનિતાબેનને લાકડીના ઝટકા મારી કરંટ લાગ્યો તે જગ્યાએ થી છૂટા કર્યા હતા.
પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 નો સંપર્ક કરવામાં આવ્યો અને 108 એમ્બ્યુલન્સ આવતા કરંટ લાગેલ મહિલાને તેમના પરિવારજનો ઝાલોદ સરકારી હોસ્પિટલમાં લાવેલ હતા. સરકારી હોસ્પિટલમાં મહિલાની તપાસ કરવામાં આવતા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. સરકારી હોસ્પિટલ ખાતે આવેલ પરિવારજનો ને મહિલાની મૃત્યુના સમાચાર મળતાં પરિવારજનોના માથે આભ તૂટી પડયું હોય તેમ લાગતું હતું.