Connect with us

Gujarat

અનૈતિક સબંધો ધરાવતી મહિલા “ના ઘરની કે ના ઘાટ ની”

Published

on

જીઆરડી મહિલા જવાનને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરી હોટલમાં નગ્ન વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપનાર પીસીઆર વાનના ડ્રાઈવર સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વાપી વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં (ગ્રામ રક્ષક દળ) તરીકે નોકરી કરતી મહિલાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા વિષ્ણુ વામાનન પાનીકર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ગત વર્ષે પોલીસ બંદોબસ્ત માટે વાપી ટાઉન પોલીસમાં જતા દરેક પોઇન્ટ પર આરોપી ચેકિંગ માટે આવતો હતો અને કામ માટે મોબાઈલ નંબર મેળવી વોટ્સએપ પર મેસેજ કરી મૈત્રી કરવાની માંગણી કરતો હતો. તે દરમિયાન બંને વચ્ચે મિત્રતા થતા અલગ અલગ જગ્યાએ લઈ જઈ મહિલા સાથે પોલીસ કોન્સ્ટેબલ દુષ્કર્મ આચરતો હતો. અને પીડિત મહિલાને ડીવોર્સ લેવા મજબૂર કરતો હતો

Advertisement

‘પતિને ડીવોર્સ આપ તો પત્ની તરીકે રાખીશ’ તેવું કહી મહિલાને ત્રાસ આપતો હતો. મહિલાને સંબંધ દરમિયાન જણાવેલ કે, પત્નીને પણ રાખીશ અને તને પણ પત્ની બનાવીને રાખીશ. જેથી તુ તારા પતિને ડીવોર્સ આપી દે. સબંધો દરમિયાન આરોપીએ મહિલાને હોટેલ માં લઇ જઇ શારીરિક સંબંધ બાંધી મહિલા સુઇ જતા તેનો નગ્ન હાલતમાં વીડિયો પણ બનાવ્યો હતો.

પીડીત મહિલાના પતિને પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ સાથે પત્નીને સંબંધ હોવાની જાણ થતા તેણે મહિલાને ઘર માંથી કાઢી મુકી હતી. જે બાદ લાચાર મહિલાએ 181 અભયમની ટીમની મદદ લેતા પતિને વલસાડ બોલાવી સમજણ આપવા છતાં પતિએ મહિલાને રાખવા ના પાડી દેતા પીડીત મહિલા ના ઘરની કે ના ઘાટ ની બની હતી

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!