Connect with us

Surat

સુરત APMCમાં કચરામાંથી મોંઘા ટામેટા વીણીને મહિલા કરે છે કંઇક આવું..

Published

on

A woman weaves expensive tomatoes from garbage in Surat APMC something like this..

(સુનિલ ગાંજાવાલા સુરત)

હેરના પૂર્ણા વિસ્તારમાં APMC માર્કેટમાં ખરાબ થઈ ગયેલા ટામેટા ફેંકવામાં આવેલા હતા તે ટામેટાને વીણતા એક મહિલા દેખાઈ નજરે પડી હતી. વેપારીના જણાવ્યા અનુસાર જે ટામેટા વેપારીઓ દ્વારા ફેંકી દેવામાં આવે છે તેને લોકો ઘરે લઇ જાય છે અથવા બજારમાં વેચે છે.સુરતની APMC માર્કેટમાં એક નવું નજરાણું સામે આવ્યું છે.APMC માર્કેટમાં ખરાબ થઈ ગયેલા ટામેટા ફેંકવામાં આવેલા હતા તે ટામેટા વીણતા એક મહિલા દેખાઈ નજરે જોવામાં આવી હતી. જોકે ટામેટા ખરીદવા માટે આવનાર વેપારીએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીંના વેપારીઓ દ્વારા ખરાબ થયેલા ટામેટા અહીં ફેંકી દેવામાં આવે છે. કેટલાક લોકો દ્વારા વિણીને તેઓ પોતાના ઘરે કાંતો પછી બહાર બજારમાં ઓછી કિંમતે વેચવા માટે લઈ જાય છે.

Advertisement

A woman weaves expensive tomatoes from garbage in Surat APMC something like this..

APMC માર્કેટમાં ખરાબ થઈ ગયેલા ટામેટા ફેંકવામાં આવેલા હતા તે ટામેટા વીણતા એક મહિલા દેખાઈ નજરે જોવામાં આવી હતી. જોકે ટામેટા ખરીદવા માટે આવનાર વેપારીએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીંના વેપારીઓ દ્વારા ખરાબ થયેલા ટામેટા અહીં ફેંકી દેવામાં આવે છે. કેટલાક લોકો દ્વારા વિણીને તેઓ પોતાના ઘરે કાંતો પછી બહાર બજારમાં ઓછી કિંમતે વેચવા માટે લઈ જાય છે.માર્કેટમાં આ ઘણા સમયથી સમસ્યા ચાલી રહી છે. હું સવાર સાંજ ઘણી વખત અહીં શાકભાજી લેવા માટે આવતો હું ત્યારે અહીંના જ વેપારીઓ દ્વારા ખરાબ થઈ ગયેલા ટામેટા હોય કે પછી અન્ય કોઈ શાકભાજી અહીં નીચે ફેંકી દેવામાં આવે છે.અને તેજ ટામેટા ને કેટલીક મહિલાઓ દ્વારા અહીંથી વીણીને પોતાની સાથે લઈ જાય છે પરંતુ તેનો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે તે હજી સુધી જાણી શકાયું નથી.વધુમાં જણાવ્યું હતું કે બીજી વાત એમ પણ કહી શકાય છે કે આ ટામેટા અહીંથી લઇ જઈને બહાર બીજે વેચાણ કરતા હોય તેવું કહી શકાય છે. સુરતની જેટલી પણ હોટલો છે ત્યાં પણ આ ટામેટાનો ઉપયોગ થતો હોય તેવું કહી શકાય છે. માર્કેટના જેટલા પણ હોદ્દેદારો છે તેઓને આ પ્રકારની સ્થિતિ ધ્યાનમાં આવતી નથી તેઓ આ બાબતેને ધ્યાનમાં લેવું જોઈએ કે અહીં ફેકવામાં આવેલો જે પણ શાકભાજી કોઈ એક જગ્યા ઉપર ફેંકવામાં આવે તેવી વ્યવસ્થાઓ કરવી જોઈએ.

Advertisement
error: Content is protected !!