Chhota Udepur
સંતાનપ્રાપ્તિ માટે તાંત્રિક પાસે ગયેલી મહિલાએ કોમાર્ય ગુમાવ્યું
(કાજર બારીયા દ્વારા”અવધ એક્સપ્રેસ”)
આજના સમયમાં બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી. દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે. આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે. આપણા દેશમાં તાંત્રિક વિદ્યાઓ પર લોકો ખૂબ વિશ્વાસ કરતા હોય છે. જ્ઞાન અને વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રધ્ધા, તાંત્રિક વિધિઓ અને મેલી વિદ્યા જેવા તત્ત્વો કઈ હદે પ્રભાવક બની રહ્યા છે તેનો આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
છોટાઉદેપુર નગર માં વધુ એક બળાત્કાર નો કમ કમાટી ભર્યો કિસ્સો બહાર આવ્યો છે. જેણે સમગ્ર નગરમાં ખળ ભળાટ મચાવી દીધો છે. અંધશ્રદ્ધા ની માયાજાળમાં ફસાવી એક યુવતીને સંતાન પ્રાપ્તિ કરાવવાની વિધિ ના બહાને બોલાવી તા.૧૫-૧૨-૨૦૨૧ થી તા.૨૭-૫-૨૦૨૩ ના સમય ગાળા દરમિયાન યુવતી ના કપડા ઉતરાવી નગ્ન ફોટા તથા વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતી સાથે વારંવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હોય જે કિસ્સા એ સમગ્ર છોટા ઉદેપુર પંથક માં ખળ ભળાટ મચાવી દીધો છે. આ અંગે એક ઈસમ ઇદરીશ ભાઇ અબ્દુલ રહેમાન કુરકુર વિરુદ્ધ પોલીસે ઇપિકો કલમ ૩૭૬(૨) (N) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે સન ૨૦૨૧ ના વર્ષ માં સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા અર્થે આ ભોગ બનનાર યુવતીએ તથા તેનાં પરીવાર જનો એ ઈદરીશ કુરકુર નો સંપર્ક કર્યો હતો જેને મળવા જતા તપાસ કરી પરીવાર જનો ને જણાવ્યુ હતુ કે તમારી છોકરી ની મારે તાંત્રિક વિધિ કરવી પડશે જેમાં વધારે સમય લાગશે. જેથી તમો ઘેર જાવ અને હું ફોન કરું ત્યારે લેવા આવજો. અને તાંત્રીક વિધી ના બહાને યુવતી ને અલગ રૂમ માં લઇ જઈ બળજબરી પૂર્વક કપડાં ઉતારી ફોટા તથા વિડિયો ઉતારી વાયરલ કરી બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી જેથી ગભરાઈ ગયેલ યુવતી એ બીક ના માર્યા કોઈને કહ્યું નહી અને જેનો લાભ લઈ આરોપી એ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.
ત્યાર બાદ આરોપીએ યુવતી ના નંબર ઉપર ફોન કરી જણાવ્યું હતું કે હું જ્યારે બોલાવું ત્યારે આવું પડશે. નહી તો તારો વિડિયો વાયરલ કરી દઇશ. તે રીતે બ્લેકમેઇલ કરી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. તથા વિધી કરવાં યુવતી પાસે અવાર નવાર પૈસા ની માંગણી પણ કરી હતી. આવું ત્રણ વાર થયુ હતું. ત્યાર બાદ તા.૧૬-૬-૨૩ ના રોજ ફરીથી આરોપી એ ફોન કરીને પૈસા લઈ યુવતી ને બોલાવી હતી. યુવતી પૈસા ન હોય અને આ વાત પરીવાર જનોને કરતાં બદનામી ના ડર થી કોઈને કહેલ નહી અને ફરિયાદ પણ કરી નહતી પરંતું કુટુંબીજનો ને જાણ થતાં પોલીસ ફરિયાદ કરવા નું જણાવ્યું હતું જે અંગે યુવતી એ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈપિકો કલમ ૩૭૬(૨)(એન) મૂજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી .
* યુવતી ને સંતાન પ્રાપ્તિ કરવાની વિધિ ના બહાને બોલાવી વારંવાર દુષ્કર્મ : ઇદરીશ અબ્દુલ રહેમાન કુરકુર નામના ઈસમની ધરપકડ