Panchmahal
પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો.

વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત હાલોલ તાલુકાના કુલ ૭૦ ગામોના રૂપિયા ૨૬૮.૫૦ લાખની રકમના કુલ ૧૪૬ કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા
વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા,પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં હાલોલ તાલુકાના કુલ ૭૦ ગામોના કુલ રૂપિયા ૨૬૮.૫૦ લાખની રકમના કુલ ૧૪૬ કામોના વર્ક ઓર્ડરના વિતરણનો કેમ્પ નગરપાલિકા હોલ, હાલોલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ વર્ક ઓર્ડર આપેલા કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ તકે ઉપસ્થિત ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ચોક્કસ સમયમર્યાદામાં અમલ કરી છેવાડાના માણસ સુધી વિકાસના લાભો પહોંચાડ્યા છે, તે વિકાસ યજ્ઞમાં આ કામોનો ઝડપી અમલ કરી ગામની સુવિધામાં વધારો કરી લાભ પહોંચાડવા તમામ સરપંચઓને આહવાન કર્યું હતું.
હાલોલ તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, તાલુકા પ્રમુખ મહેન્દ્ર ચાવડા, જિલ્લા અગ્રણી મયંકભાઈ દેસાઈ,વિવિધ પદાધિકારીઓ તથા તમામ ગામોના સરપંચઓ અને તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા.