Panchmahal

પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો.

Published

on

વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત મોરવા(હ) તાલુકાના કુલ ૫૩ ગામોના રૂપિયા ૩૪૦.૯૫ લાખની રકમના કુલ ૩૧૭ કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા,પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં મોરવા(હ) તાલુકાના કુલ ૫૩ ગામોના કુલ રૂપિયા ૩૪૦.૯૫ લાખની રકમના કુલ ૩૧૭ કામોના વર્ક ઓર્ડરનું વિતરણનો કેમ્પ સાયન્સ કોલેજ, મોરવા(હ) ખાતે યોજાયો હતો.

Advertisement

આ પ્રસંગે કલેક્ટરએ મંજુરી આપેલા કામોની વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી તમામ કામોના વર્ક ઓર્ડર આપી સબંધિત ગ્રામપંચાયતને કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ તકે ઉપસ્થિત ધારાસભ્ય મોરવા નિમિષા બેન સુથાર દ્વારા આ કામોના એકસાથે વર્ક ઓર્ડર આપવાની કલેક્ટર ની કામગીરીની પ્રસંશા કરી અને સરપંચને આ કામગીરી સમયસર પુર્ણ કરવા આહવાન કર્યું હતું.

મોરવા તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કલેક્ટરઆશિષ કુમાર, તાલુકા પ્રમુખ,બાંધકામ સમિતિના ચેરમેન અન્ય પદાધિકારીઓ તથા તમામ ગામોના સરપંચઓ અને તલાટી કમમંત્રીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version