Panchmahal
નિકોલા ગામના શ્રમજીવી યુવાનનું સાઉથ આફ્રિકામાં મોત એક સપ્તાહ થી પાર્થિવ દેહ ને વતન લાવવા પરિવાર ની મથામણ
દિલીપ વરિયા દ્વારા “મનોમંથન”
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા ના નિકોલા ગામના શ્રમજીવી યુવાનનું સાઉથ આફ્રિકામાં મોત થયુ છે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ ની વિધિ પ્રમાણે અંતિમસંસ્કાર કરવાના આશય સાથે યુવાન નો પરિવાર છેલ્લા આઠ દીવસ વિદેશ માં રઝળતા મૃતદેહને વતનમાં પરત લાવવા વલખાં મારી રહ્યા છે નિકોલા ગામના બાબુભાઇ રોજીરોટી માટે સાઉથઆફ્રિકા ગયા હતા જ્યાં અગમ્યકારણોસર તેમનુ મોત થતાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે છેલ્લા એક સપ્તાહ થી સ્વજનો વલોપાત કરી રહ્યા છે , સ્વજનોએ સરકાર પાસે મૃતદેહને ઘરે લાવવા માટે મદદની ગુહાર લગાવી રહ્યા છે
મૃત્યુ પામનાર યુવાન દોઢ વર્ષ અગાઉ ભુજની કંપની મારફતે સાઉથ આફ્રિકા ગયા હતા, મૃતકની પત્ની સહિત પરિવારની હાલત કફોડી બની છે, મામલતદાર દ્વારા આ બનાવ અંગે પંચનામું કરી મૃતકના પરિવારજનો દ્વારા સ્થાનિક ધારાસભ્ય ના મારફતે સાંસદને પણ રજુઆત કરી છે, આઠ દિવસ થયા હોવા છતાં પણ પરિવારજનોને મૃતદેહ ન મળતા પરિવારજનોની હાલત કફોડી બની છે, નિકોલા ગામના શ્રમજીવી યુવાન બાબુભાઈ રયજીભાઈ બારીઆ જેઓ દોઢ બે વર્ષથી ભુજની વિજય કન્ટ્રકસન દ્વારા સાઉથ આફ્રિકામાં ગયા હતા ત્યાં કોઈ કારણોસર તેઓનું મૃત્યુ થયાના સમાચાર પરિવારજનો ને મળ્યા હતા સરકારને રજુઆત કરી હોવા છતાં હજુ સુધી મૃતદેહ મળ્યો નથી
ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ ની વિધિ પ્રમાણે અંતિમસંસ્કાર કરવાના આશય સાથે યુવાન નો પરિવાર છેલ્લા આઠ દીવસ વિદેશ માં રઝળતા મૃતદેહને વતનમાં પરત લાવવા વલખાં મારી રહ્યા છે
– સ્વજનોએ સરકાર પાસે મૃતદેહને ઘરે લાવવા માટે મદદની ગુહાર લગાવી