Chhota Udepur
ચિલ્ડ્રન હોમના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન માટે વર્કશોપ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

પ્રતિનિધિ, કાજર બારીયા
આઝાદીકા અમૃત મહોત્સવના અનુસંધાને છોટાઉદેપુરના સમાજ સુરક્ષા કચેરી હેઠળના સરકારી ચિલ્ડ્રન હોમે ફોર બોયઝમાં ચિલ્ડ્રન સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં વિજેતા થયેલા બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમાજ સુરક્ષા આધિકારી ચિંતન પટેલ, ડીએસઓ કચેરીના શૈલેશ ચૌધરી, બાળ સુરક્ષા એકમના રવિદાસ રાઠવા, મુકેશ રાઠવા, ડાયાભાઇ પરમાર, હીનાબેન વણકર, રાકેશ સક્સેના, અશોકભાઈ રાજપૂત, દીપક ફાઉન્ડેશનના મહેશ દવે તેમજ ચિલ્ડ્રન હોમના બાળકો પાર્ટીસીપંટ તરીકે ભાગ લીધો હતો. છોટાઉદેપુર માહિતી કચેરીના કર્મવીર એવા મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા બાળકોની એકગ્રતા અને કારકિર્દીને લઈને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સુચન અનુસાર દર એપ્રિલ માસમાં બાળકોની ઇન્ડોર અને આઉટડોર એક્ટીવીટી યોજાય છે, જેના અંતર્ગત છોટાઉદેપુરમાં જનરલ હોસ્પિટલ પાસે આવેલા ચિલ્ડ્રન હોમ ખાતે આવી રમત સ્પર્ધાનું આયોજન થયેલું, તેના ઉપલક્ષ્યમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ તેમજ અભ્યાસમાં એકાગ્રતા કેળવવા માટે રમત દ્વારા શિક્ષણ કેવી રીતે આપી શકાય તેવો એક વર્કશોપ માહિતી કચેરીના માહિતી મદદનીશ મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા લેવામાં આવ્યો હતો. અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અંતર્મુખી બાળકોને બોલવાનું મહત્વ, નિર્ણય શક્તિ, વિચારોની તાકાત, અને સપના પુરા કરવા માટે કેવી રીતે મહેનત કરવી જોઈએ તે ગેમ રમાડી ને શીખવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજ સુરક્ષા આધિકારી ચિંતન પટેલ, ડીએસઓ કચેરીના શૈલેશ ચૌધરી, બાળ સુરક્ષા એકમના રવિદાસ રાઠવા, મુકેશ રાઠવા, ડાયાભાઇ પરમાર, હીનાબેન વણકર, રાકેશ સક્સેના, અશોકભાઈ રાજપૂત, દીપક ફાઉન્ડેશનના મહેશ દવે તેમજ ચિલ્ડ્રન હોમના બાળકો પાર્ટીસીપંટ તરીકે ભાગ લીધો હતો