Panchmahal
હાલોલ મહંમદ સ્ટ્રીટના કોમન પ્લોટ ને પાર્કિંગ બનાવી દેતા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત

(અવધ એક્સપ્રેસ દ્વારા)
હાલોલ નગરના પાવાગઢ ઉપર આવેલ મહંમદ સ્ટ્રીટ નો હૈદરીચોક ચોક બનાવવા કોમન પ્લોટ છોડવામાં આવ્યો હતો ત્યારે હાલ મા સ્થાનિક રહીશોએ આ કોમનપ્લોટ ને પાર્કિંગ બનાવી દેતા હાલોલ નગરના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.આ પ્લોટ અહીં રહેતા રહીશોના સારા નરસા પ્રસંગે વાપરવા તથા બાળકોને રમવા માટે મૂકવામાં આવ્યો હતો.
પરંતુ કેટલાક ઈસમો આ જગ્યા ઉપર પોતાના વાહનો પાર્કિંગ કરે છે જેથી અહીંથી વાહન લઈને પસાર થવામાં ભારે હાલાકી નો સામનો કરવો પડે છે જેના કારણે છાસવારે અહીં નાના-મોટા ઝઘડા થયા કરે છે વાહન પાર્કિંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે સ્થાનિક રહીશોએ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત અરજી કરી હતી પરંતુ હજુ સુધી પાલિકા તંત્ર દ્વારા વાહન પાર્કિંગ કરનાર વાહનો તથા તેમના માલિકો સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી