Connect with us

Surat

સુરત માં એન્જિનિયર યુવકે ચંદ્રયાનની થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી

Published

on

A young engineer in Surat made a statue of Shriji on the theme of Chandrayaan

સુનિલ ગાંજાવાલા

સુરતનાંગણેશોત્સવમાં મોટી પ્રતિમાની બોલબાલા વચ્ચે નાની પણ માટીની આકર્ષક પ્રતિમાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં એન્જિનિયર યુવકે ચંદ્રયાનની થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકોની ડિમાન્ડ પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો 33 વર્ષીય એન્જિનિયર યુવક નિરવ ઓઝાએ પ્રતિમાને શણગાર કરવાની કામગીરી શરૂ કરી છે.જેમાં તેણે ચંદ્રયાન થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે. માટીમાંથી બનાવવામાં આવેલી ગણેશજીની પ્રતિમા પાછળ ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે.નિરવ ઓઝાએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3માં સુરતના પાર્ટ્સ લગાવવામાં આવ્યા છે, ત્યારે શ્રીજીની પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યાર બાદ માટીની મૂર્તિ બનાવવામાં આવી છે. શ્રીજીને તિરંગા કલરના વસ્ત્રો પહેરાવ્યા છે.

Advertisement

સાથે ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે. વધુમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાનનું સફળતા પૂર્વક લેન્ડિંગ થાય એવી જ આશા છે.

A young engineer in Surat made a statue of Shriji on the theme of Chandrayaan

હાલ તો આ પ્રતિમા ખરીદવા માટે સુરત જિલ્લા સાથે અન્ય જિલ્લામાંથી પણ લોકો આવી રહ્યા છે. હજુ તો આ એક થીમ પર જ પ્રતિમા બનાવી છે.હવે વધુ થીમ પર શ્રીજી બનાવવામાં આવશે.

Advertisement

નિરવ છેલ્લા 16 વર્ષથી શ્રીજીની મૂર્તિઓ બનાવી રહ્યો છે. નિરવે બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ ચાર વર્ષ એન્જિનિયરની નોકરી કરતો હતો અને સાથે શ્રીજીની મૂર્તિઓ પણ બનાવી રહ્યો હતો. ત્યાર બાદ તેણે નોકરી છોડી દીધી હતી અને ડેકોરેશન અને શ્રીજીની પ્રતિમા બનાવવાનું ચાલુ રાખ્યું હતું.ચંદ્રયાનની થીમ પર બનાવવામાં આવેલી શ્રીજીને પ્રતિમામાં ફાઇબરના પાઇપ અને થર્મોકોલનો યુઝ કરવામાં આવ્યો છે. આ સાથે શ્રીજીની માટીની મૂર્તિ બનાવી છે. ચંદ્રયાનની પ્રતિકૃતિ ચાર ફૂટની છે, જ્યારે શ્રીજીની મૂર્તિ દોઢ ફૂટની છે. આ પ્રતિમા બનાવતા ચાર દિવસ જેટલો સમય લાગે છે. હાલ તો આ પ્રતિમા માટે મોટી સંખ્યામાં ઓર્ડરો આવી રહ્યા છે.

Advertisement
error: Content is protected !!