Panchmahal
લઘુશંકા કરવા ગયેલો યુવક પાવાગઢ ની ખીણ પડ્યો, યુવકનું પ્રાણપખેરું ઊડી ગયું

(દિપક તિવારી દ્વારા)
પંચમહાલ ના સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે સુરેલી નો યુવક પરિવાર સાથે પાવાગઢ ખાતે દર્શનાર્થે આવ્યો હતો અને આ પરિવાર આણંદ જિલ્લાના સુરેલી ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે.આ યુવક લઘુશંકા કરવા જતી વખતે પગ લપસી જતા ખીણ માં પડ્યો હતો.હજારો ફૂટ ઊંડી ખીણ માં પડેલા યુવક ના મૃતદેહ ને મોટા જોખમ વચ્ચે પોલીસે અને ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો છે.જોખમી અને અવાવરું સ્થળે પડેલા મૃતદેહ ને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
દોરડા ની મદદ થી ફાયર ફાઇટર સ્થળ ઉપર પહોંચી યુવક ના દેહ ને બહાર કાઢવામાં આવ્યો હતો આ ઘટના ને પગલે યુવકના પરિવારજનો માં ભારે આક્રંદ જોવા મળ્યો હતો પોલીસે યુવકની લાશ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી