Panchmahal
હાલોલ ના યુવાને નર્મદા કેનાલ માં મોતની છલાંગ લગાવી
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ ના આશાસ્પદ યુવાન નો અગમ્ય કારણોસર આસોજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરતા તેના પરિવારજનોમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી આ અંગે મળતી વિગતો મુજબ ipl ની ફાઇનલ મેચ જોયા બાદ ઘરેથી પોતાના એકટીવા પર નીકળ્યો હતો તેની માતાને જણાવ્યું હતું કે હું થોડીક વારમાં આવું છું પરંતુ વહેલી સવારે ચાર વાગ્યા સુધી પોતાનો એકનો એક દીકરો નામે ઉત્સવ ઘરે ના આવતા તે ચિંતામાં ડૂબી ગયા હતા. બાદમાં તેઓએ તેમના પરિવારજનોને ફોન કરી સમાચાર આપતા પરિવારજનો તેમના ઘરે આવ્યા હતા વિગત સાંભળી ઉત્સવના બે મિત્રોને બોલાવ્યા હતા અને તે લોકો ઉત્સવની શોધખોળ માટે નીકળ્યા વડોદરા રોડ પર હોટલોમાં તપાસ કરતા તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
બાદમાં નર્મદા કેનાલ તરફ આગળ જતા ઉત્સવનું એકટીવા નર્મદા કેનાલ પર પાર્ક કરેલું હતું કેનાલની પાળે પાળે તપાસ કર્યા બાદ તેનો કોઈ પત્તો ન લાગતા વડોદરા ફાયર વિભાગને ફોન કરતા ફાયર વિભાગના લાશકરો આસોજ ખાતે આવ્યા હતા બાદમાં કેનાલમાં રેસ્ક્યુ કરતા બે કલાકની જહેમત બાદ ઉત્સવનો મૃતદેહ રસુલપુરા ના ગેટ પાસે ફસાયેલો જોવા મળ્યો હતો તેના મૃતદેહને લાશકરો દ્વારા બહાર કાઢી જરોદ પોલીસ સ્ટેશન ખાતે ખબર આપતા પોલીસમેનો ઘટના સ્થળે આવ્યા હતા વિગત સાંભળી અકસ્માત મોતની નોંધ કરી મૃત દેહને પીએમ માટે જરોદ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો પીએમ બાદ મૃતદેહ ને તેના સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સદર યુવાન અમદાવાદ ખાતે જોબ કરતો હતો તેનો પગાર માસિક 60,000 રૂપિયા જેવો હતો એટલે આર્થિક પરિસ્થિતિને લઈને આ યુવાને આપઘાત કર્યો નથી મૃતકના ખિસ્સામાંથી ચિઠ્ઠી કે કોઈ વસ્તુ મળી નથી આપઘાત કરવા નીકળ્યો ત્યારે તેનો મોબાઇલ ફોન પણ તે ઘરે મૂકીને ગયો હતો તેની માતાએ પોતાનો એકનો એક પુત્ર અને બે બહેનોએ પોતાના એકના એક ભાઈને ગુમાવ્યાનો વસવસો જાહેર કર્યો હતો મૃતક ના આપઘાતનું કારણ અકબંધ છે.