Surat
મોજશોખ પુરા કરવા મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી યુવા ગેંગ

(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતમાં ખટોદરા પોલીસે મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી રાજસ્થાનની ગેંગને ઝડપી પાડી છે. આ ગુનામાં પોલીસે એક સગીર સહિત 4 લોકોની ધરપકડ કરી છે, તેમજ ચોરી કરાયેલી 3 સ્પોર્ટ્સ બાઈક કબજે કરી 3 ગુનાના ભેદને ઉકેલી નાંખ્યો છે.ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હત્યા ત્યારે મળેલી બાતમીના આધારે એક સગીર સહિત અનિલ ઉર્ફે અનિયા, ધનેશ્વર ઉર્ફે ધનજી નિનામા, અનિલ ઉર્ફે ભૈયા નરપત નિનામા અને કલ્પેશ બહાદૂર નિનામાની ધરપકડ કરી હતીપોલીસે ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 3 ગુનાનો ભેદ ઉકેલીને આરોપીઓ પાસેથી ચોરીની 3 બાઈકો કબજે કરી છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા માટે મોંઘી સ્પોર્ટ્સ બાઈકની જ ચોરી કરતા હતા. જ્યારે આરોપી પૈકી કલ્પેશ નિનામા છેલ્લા 1 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર હતો. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.