Chhota Udepur

સટૂંન ગામના પુલ ઉપરથી ખેડા ગામના યુવકે સુખી ડેમમાં મોતનો ભૂસકો માર્યો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

અવધ એક્સપ્રેસ, તા.૧૧

Advertisement

પાવીજેતપુર તાલુકા ના ખેડા ગામે રહેતા મૂકેશભાઇ અરવિંદભાઇ ઉ.વર્ષ આશરે ૧૮ ગઈ કાલે રાત્રે ખેડા થી બાકરોલ સેંટિંગ ખાલી કરવા માટે ટ્રેકટર માં બેસી ને ગયા હતા ત્યાંથી પરત આવતી વખતે અગમ્ય કારણોસર સટૂંન પુલ પાસે આવતા જ આ યુવકે ટ્રેકટરની ટોલી માંથી ડેમમાં કુદી પડ્યો હતો. જેની જાણ ટ્રેકટર ચાલક ને થતા તરત જ પરીવાર તથા ગામના લોકોને જાણ કરી હતી. જેથી લોકો દોડી આવ્યા હતા પરંતુ રાત્રી નો સમય હોવાથી યુવક ને શોધવાનું કામ મુશ્કેલ બન્યું હતું આજે સવારે કદવાલ પોલીસ ને આ ઘટના અંગે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયા ઓની મદદ થી યુવક ના મૃતદેહ ની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમાં સફળતા નહિ મળતા સટુંન ગામનાં સરપંચ રણજીતસિંહ રાઠવાએ છોટાઉદેપુર એન.ડી.આર.એફ ની ટીમનો સંપર્ક કરી બોલાવવા માં આવી હતી. જેઓ એ ભારે જહેમત બાદ યુવક ના મૃતદેહ ને શોધી કાઢ્યો હતો લોકમુખે થતી ચર્ચા મુજબ મૃતક યુવક ની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાનું સંભળાઈ રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version