Gujarat

અમદાવાદના ઈસરોમાં નોકરી લગાવી આપવા બાબતે યુવકને મળી મોતની ધમકી

Published

on

અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક ધમકીનો મામલો સામે આવ્યો છે. સેટેલાઈટમાં રહેતો સંગત નાયક નામનો યુવક ઈસરોમાં ઈન્ટર્નશીપ કરી રહ્યો હતો. આ વાતની જાણ તેના મિત્ર મોહસીનાને થઈ હતી. તેથી મોહસીનાએ તેના મિત્ર પિયુષ માટે ઈસરોમાં ઈન્ટર્નશીપનું સેટિંગ કરાવી આપવા માટે વિનંતી કરી હતી. સંગતે જવાબ આપ્યો હતો કે હું જ અહીં ઈન્ટર્નશીપ કરું છું કાંઈ મેળ પડે તો કરાવી લઈશ. ત્યાં સુધી તમે ઈસરોની ઓફિશીયલ વેબસાઈટ ચેક કરતા રહેજો.

જીવથી મારી નાખવાની ધમકીઓ મળી
થોડા દિવસો પછી પિયુષે ઈન્ટર્નશીપ માટે ધમકીઓ આપવાની શરુ કરી હતી. પિયુષે સંગતને ફોન કરીને બિભત્સ ગાળો બોલી હતી અને આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે તેમ કહ્યું હતું. આ પછી સંગતે નંબર બ્લોક કરી દીધો હતો. તો બંનેએ મેઈલ મારફલે ધમકીઓ આપવાનું શરુ કર્યું હતું.

Advertisement

મેઈલ કરી કહ્યું- તારુ માથુ કાપી મોહસીનાને ગિફ્ટ કરીશ
સંગતે મોબાઈલ નંબર બ્લોક કરી દેતા પિયુષે મેઈલ પર ધમકીઓ આપવાનું શરુ કર્યું હતું. તેણે મેઈલ પર કહ્યું-તું 5 કરોડ રુપિયા નહીં આપે તો મોહસિનાના જન્મદિવસે તારુ માથુ કાપી તેને ગિફ્ટ કરીશ. સંગતના પિતાને પણ આવી ધાક-ધમકીઓ આપવાનું શરુ કરી દેવામાં આવ્યું.

મોહસીનાએ પણ મેઈલ કરી ધમકીઓ આપી
મોહસીનાએ મેઈલ કરી 10 કરોડની ખંડણી માગી હતી અને સંગતને મારવા માટે 2 માણસોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વારંવાર મોહસીના અને પિયષની ધમકીઓથી કંટાળી સંગતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુની તપાસ હાથ ધરી છે

Advertisement

Trending

Exit mobile version