Editorial
આજ વો ખુદ બેખબર હૈ કભી દૂસરો કો ખબર દેતે થે

આ જ વો ખુદ બેખબર હૈ કભી દૂસરો કો ખબર દેતે થે માટે આપણા પદ અને પ્રતિષ્ઠા પર ગુમાન ન કરશો ની શીખ ટપાલ પેટી માનવ જીવનને આપે છે મોબાઇલની વ્યવસ્થા ન હતી ત્યારે સારા કે નરસા સમાચારોની આપ લે માત્ર ટપાલ દ્વારા થતી હતી ટપાલ દ્વારા સુખ દુઃખના સમાચારોની આપ લે કરવામાં આવતી હતી
અને તે માટે સૌપ્રથમ તમે લખેલી ટપાલ લાલ કલરના ટપાલ પેટી માં નાખવામાં આવતી હતી બાદમાં તે ટપાલ જે તે સ્થળે પહોંચતી હતી પરંતુ મોબાઈલ અને whatsapp ની વ્યવસ્થા થયા પછી ટપાલ પેટી નકામી અને બિન ઉપયોગી થઈ ગઈ છે આવી જ પરિસ્થિતિ પદ અને પ્રતિષ્ઠા ગુમાવ્યા બાદ અધિકારીઓની થાય છે કે ટપાલ પેટી ના માધ્યમથી માણસે પદ પ્રતિષ્ઠા નો મદ રાખ્યા વગર પોતાનું જીવન ગુજારવું જોઈએ.