Surat
“આજા માંજી સટકલી”સુરત પોલીસે ટપોરીઓનું જાહેરમાં સરઘસ કાઢયુ

(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતમાં માથાભારે તત્વોની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યાં છે. પોલીસના હાથે પકડાતાં જ જાહેરમાં મારામારી કરનારા આ તત્વો બે હાથ જોડીને લોકોની માફી માગતા સામે આવ્યાં હતાં. પાંડેસરામાં ઘરમાં ઘૂસીને તલવાર વડે લૂંટ ચલાવનારા બે આરોપીને ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.તેના સ્થાનિક વિસ્તારમાં જ લોકોની માફી મંગાવી તેમની શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કરાયો હતો.પોલીસની આ કામગીરીને લોકો આવકારી પણ રહ્યા છે. ત્યારે હવે પાંડેસરામાં ટપોરીઓએ તલવાર સાથે ઘરમાં ઘૂસી યુવકને લૂંટ્યો હતો. અવધેશ સહાની, રણજીત કાલીયા અને વિકાસ ઉર્ફે ટેટ્ટ નામના ત્રણ માથાભારે ઈસમો તલવાર સાથે યુવકના ઘરમાં ઘૂસી ધાક ધમકી આપી હતી અને બાઈકની તોડફોડ કરી હતી.
આ ઉપરાંત યુવકના ગળામાંથી 54 હજારની કિંમતની સોનાની ચેનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પાંડેસરા પોલીસે ત્રણ પૈકી અવધેશ સહાની, રણજીત કાલીયાની ધરપકડ કરી હતી અને પાંડેસરા પોલીસ દ્વારા તેમનું સરઘસ કઢાયું હતું. લોકોના મનમાંથી માથાભારે તત્વોનો ભય કાઢવા પાંડેસરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. સરઘસ કાઢ્યું ત્યારે આરોપીઓએ બે હાથ જોડીને લોકોની માફી માગી હતી. જેથી પાંડેસરા વિસ્તારના લોકોએ પોલીસની આ કામગીરી બિરદાવી હતી.સાથે જ આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માગ કરી હતી.