Panchmahal
ફરોડમાં આમ આદમી પાર્ટી ની બેઠક યોજાઇ EVM ઉપર કાર્યકરોની શંકા
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ફરોડ ગામે નવનિયુક્ત હોદ્દેદારો ના સન્માન સમારોહનો કાર્યક્રમ ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ બારીયા ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આજની બેઠક માં નવનિયુક્ત હોદ્દેદારોને નિયુક્તી પત્ર આપી સન્માનિત કર્યા હતા. અને તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ શપથ લીધા હતા.
જેમાં પ્રમુખ તરીકે વરણી કરાયેલા સંજય સિંહ સોલંકી. તથા અન્ય હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા બાદ યોજાયેલી આ પ્રથમ બેઠક માં આપ ના કાર્યકરોએ EVM ઉપર શંકા વ્યક્ત કરી હતી પંચમહાલ પ્રમુખ દિનેશ ભાઈ બારિયાએ લોકસભાની ચૂંટણી ને લઈ આગામી કાર્યક્રમો વિષે ચર્ચા વિચારણા કરી હતી