Surat
આપ નેતા ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીઓ વધી
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
સુરતમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી છે. જેમાં ગોપાલ ઈટાલિયાને સુરત ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાયા છે.
તેમજ ગૃહ રાજ્યમંત્રીના નામ સાથે ટિપ્પણી કરી હતી. તથા ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરતા ગોપાલ ઇટાલિયા ભરાયા છે.
ગૃહ રાજ્યમંત્રીના નામ સાથે તથા પ્રદેશ અધ્યક્ષ પાટીલ પર પણ ટિપ્પણી કરી હતી. જેમાં ઈટાલિયાએ જણાવ્યું છે કે પૂછપરછ બાદ પોલીસે મારી ધરપકડ કરી છે. જામીનપાત્ર ગુનો હોવાથી મને જામીન મળ્યા છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચથી મને જામીન આપવામાં આવ્યા છે. તથા જૂની FIR મુદ્દે પૂછપરછ માટે બોલાવ્યો હતો. મારી વાતનું ભાજપના નેતાઓને ખોટું લાગ્યુ છે. જ્યારથી 40 લાખ વોટ મળ્યા ત્યારથી તેમના પેટમાં તેલ રેડાયું છે. અમે અરવિંદ કેજરીવાલના ઇમાનદાર કાર્યકર છીએ.
સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત કરી હોવાનું સામે આવ્યુ છે. તેમની અટકાયતનું કોઇ ચોક્કસ કારણ તો સામે આવ્યુ નથી. જો કે પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે તેમને થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સામે કરેલી ટિપ્પણીને લઇને ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં પુછપરછ માટે ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAP નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી સામે ટિપ્પણી કરી હતી. ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ડ્રગ્સ મામલે એક ટિપ્પણી કરી હતી. આ બાદ આ મામલે સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાએ ટિપ્પણી કરતા હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા. આ સાથે તેમણે કહ્યુ છે કે, ગૃહમંત્રી ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે, મારા પર FIR કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. મેં જીવનમાં ક્યારેય નશો કર્યો નથી, નશો વેચ્યો નથી, છતાં મારા ફરિયાદ કરી રહ્યા છે. તેથી લાગી રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ગોપાલ ઇટાલિયાની આવી ટિપ્પણી બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી.