Gujarat
AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાએ CM ભૂપેન્દ્ર પટેલને ACB તપાસ માટે લખ્યો પત્ર લખ્યો
ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભ્રષ્ટાચાર વિરોધી શાખા એસીબીએ તેમની મિલકતની તપાસ કરવા અને તેમની આવકની વિગતો સરકારી વેબસાઈટ પર જાહેર કરવાની માંગણી કરી છે.
ધારાસભ્યએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, IAS અને IPS અધિકારીઓની સંપત્તિની તપાસ કરવાની અને તેમની માહિતી જાહેર કરવાની પણ માંગ કરી છે.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં શું?
ગુજરાતના બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મકવાણાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ધારાસભ્ય તરીકેનો તેમનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે, તેથી તેમની સંપત્તિની એસીબી દ્વારા તપાસ કરવામાં આવે અને તેની માહિતી સરકારી વેબસાઇટ પર જાહેર કરવામાં આવે.
મકવાણાએ એમ પણ કહ્યું છે કે રાજ્ય સરકારના મંત્રીઓ, રાજ્યના સાંસદો, ધારાસભ્યો, IAS અને IPS અધિકારીઓની સંપત્તિની પણ તપાસ કરવામાં આવે અને તેની માહિતી વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવે જેથી કરીને રાજ્યના લોકોને તેની માહિતી મળી શકે. મકવાણા પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AAPના 5 ધારાસભ્યો ચૂંટાયા હતા.