Gujarat
“આપ”ના પ્રમુખે ઘોઘંબા “બિરસા મુંડા સર્કલ” નિર્માણ માટે શુભેચ્છાઓ આપી અને તંત્ર પાસે માહિતી માંગી
વિકાસ કે વ્યવસ્થાનું કામ જરૂરી પણ કાયદેસરની પ્રકિયાથી થાય એ જોવાની અને પાલન કરાવવાની જવાબદારી તંત્રની છે તંત્ર તેની જવાબદારી સમજે: દિનેશ બારીઆ
ઘોઘંબા તાલુકામાં મામલતદાર કચેરી પાસે ત્રણ રસ્તા ભેગા થાય છે અને મોટી ટ્રાફિક સમસ્યા રહે છે અહીં કોઈ પણ પ્રકારનું સર્કલ ન હોવાથી ઘણી વાર અકસ્માતો થયાં છે ત્યારે વર્ષ ૨૦૨૧ માં આમ આદમી પાર્ટી દ્વારા આ ત્રણ રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યા દુર કરવા અને વાહન વ્યવહાર ને સુગમતા રહે તેવા આશયથી સર્કલ બનાવવાની રજુઆત અને માંગણી જિલ્લા કલેકટર સમક્ષ મુકવામાં આવી હતી પરંતુ તે બાબતે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની નોંધ લેવામાં આવી નથી અને આગળ કોઈ કામગીરી પણ કરવામાં આવી નથી.
આમ આદમી પાર્ટીની રજુઆત એવી હતી કે, ઘોઘંબા જેમની જન્મ ભૂમિ છે અને ઘોઘંબા જેમનું ગૌરવ કરે છે તેવા કવિ જયંત પાઠક ની યાદ અને સન્માનમાં “જયંત પાઠક સર્કલ” બનાવવાની માંગ હતી જે ત્રણ વર્ષ પહેલા તંત્ર સમક્ષ મુકવામાં આવી હતી.
ત્યારે ગઇકાલે ઘોઘંબા રાઠ યુવા સેના દ્વારા ઘોઘંબા ત્રણ રસ્તા ઉપર “બિરસા મુંડા સર્કલ” બનાવવા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે અને સાત દિવસમાં પુરું કરવાની જાહેરાત કરી છે તેવું જાણવા મળતાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ શુભેચ્છાઓ પાઠવી છે અને ખુશી વ્યક્ત કરી છે પરંતુ આ બાબતે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે કે ત્રણ વર્ષ પહેલા અમે રજુઆત કરી હતી તેની ઉપર તંત્ર એ કંઈ કર્યું નથી અને આજે અચાનક અને ઝડપી પ્રક્રિયા થઇ રહી છે તેથી વહિવટી તંત્ર ઉપર સવાલ ઉભા કર્યા છે અને જણાવ્યું છે કે, રાઠ યુવા સેના દ્વારા ફક્ત આઠ દિવસમાં બિરસા મુંડા સર્કલ બનાવવાની જે જાહેરાત કરવામાં આવી છે તે અચાનક અને ઉતાવળમાં છે ત્યારે તંત્રએ કોઈ મંજુરી આપી છે કે નહીં તે મુદ્દો છે કારણ કે ઘોઘંબા મામલતદારને આ બાબત ની જાણ નથી તેવું ટેલિફોનીક વાતચીતમાં જાણવા મળ્યું છે.
ઘોઘંબા માં આદિવાસી સમાજમાં તુટ ફાટ કરાવવાનું કામ રાજકીય પાર્ટીઓ અને રાજકીય લોકો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. ગત વર્ષે પણ આદિવાસી દિવસ ની ઉજવણી આદિવાસી યુવા સેના અને રાઠ યુવા સેના દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવી હતી, ભારે સંઘર્ષ પણ ઊભો થયો હતો અને જાણવા મળ્યું હતું કે એક રાજકીય પાર્ટીની સમાજમાં વિભાજન કરતી ભૂમિકા રહી હોવાનું જાણવામાં આવ્યું હતું આવું સામાજિક અગ્રણીઓનું પણ કહેવું હતું ત્યારે નજીકના દિવસોમાં આવતા આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે ફરીથી ઘોઘંબા માં બે સામાજિક સંગઠનો વચ્ચે સંઘર્ષ ઉભું થાય તેવા કોઈ કામો કે પ્રયાસ ના થાય તે જોવાની તંત્રની ફરજ અને જવાબદારી છે.
કારણ કે આદિવાસી સમાજના ભગવાન ગણાતાં બિરસા મુંડા સર્કલ નું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે સમગ્ર સમાજના નામથી થવું જોઈએ. કોઈ એક સંગઠન ના નામ દ્વારા શા માટે ? સાથે સાથે વહીવટી તંત્રએ કાયદેસરની પ્રકિયાથી મંજુરી આપી છે કે કેમ તે પણ જોવું રહ્યું.
આ તમામ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ પોતાની વાત મુકી છે અને ઘોઘંબા તાલુકામાં કોઈ રાજકીય પક્ષ કે લોકોના કારણે આદિવાસી સમાજની એકતા અને ભાઇચારો બગડે નહીં તે માટે કડક દેખરેખ અને તટસ્થ ભૂમિકા અદા કરવા તંત્રને વિનંતી કરીએ છીએ તેમ જણાવ્યું છે.