Panchmahal
“આપ” ના પ્રદેશ યુવા અધ્યક્ષ બ્રિજરાજસિહ સોલંકી ની ગોધરામાં બેઠક યોજાઇ
* ગુજરાતનો સિંહ બ્રિજરાજસિહ એક નેતા અને અભિનેતા છે, યુવાઓના આદર્શ છે: દિનેશ બારીઆ
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સંગઠનને મજબુત બનાવવા વિવિધ વિન્ગ ની રચના કરવામાં આવી છે જેમાં યુવા વિન્ગ માં પ્રદેશ અધ્યક્ષ તરીકે બ્રિજરાજસિહ સોલંકી ની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ દ્વારા ગુજરાતમાં યુવા સંગઠન મજબુત કરવા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સૌ પ્રથમ પંચમહાલ જિલ્લાથી શરુઆત કરવામાં આવી છે.
આજ રોજ ગોધરા માં બસ સ્ટેન્ડ પાસે રામજી મંદિર હૉલ ખાતે જિલ્લાના યુવા કાર્યકરો સાથે બેઠક રાખવામાં આવી હતી. પ્રદેશ યુવા ટીમમાંથી અધ્યક્ષ સાથે ઉપાધ્યક્ષ, મહામંત્રી સહિત નવ જેટલા પ્રદેશ યુવા હોદ્દેદારો ગોધરા ખાતે આવ્યા હતા.
સૌ પ્રથમ તેઓએ શ્રી રામજી મંદિરમાં ભગવાન શિવજીના દર્શન કર્યા હતા, તેઓએ શિવલિંગ પર જળાભિષેક કરી પ્રાર્થના કરી હતી અને ત્યાર બાદ બેઠક શરૂ કરવામાં આવી હતી. બેઠકની શરૂઆત પ્રાર્થના કરી કરવામાં આવી હતી.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર, પંચમહાલ લોકસભા પ્રમુખ ભાણાભાઈ ડામોરે પ્રદેશ યુવા અધ્યક્ષ બ્રિજરાજસિહ સોલંકીનું ફુલગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ તથા જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારે પોતાનું વક્તવ્ય આપ્યું હતું.
જિલ્લા પ્રમુખે પંચમહાલ જિલ્લામાં યુવા સંગઠન મજબુત બનાવવા માટે એક હજાર યુવાઓને પાર્ટીમાં જોડવા માટે સંકલ્પ કરવા નિર્દેશ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, પ્રદેશ યુવા અધ્યક્ષ એ નેતા અને અભિનેતા પણ છે. તેઓનું વ્યક્તિત્વ યુવાઓને આકર્ષિત કરનારું છે તેઓનો અવાજ ખરેખર સિંહ ગર્જના સમાન છે, યુવાનો પર પ્રભાવ પાડે છે તેથી તેમના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં યુવા સંગઠન ખુબ મજબુત બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીએ પોતાનું ધારદાર વક્તવ્ય આપ્યું હતું યુવાઓમાં જોશ ભરનારા વક્તવ્યએ સૌ કાર્યકરોને ઉત્સાહિત કર્યા હતા. તેઓએ યુવાઓને લગતી કેટલીક પંક્તિઓ દ્વારા પોતાનું ભાષણ આપ્યું હતું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબુત બનાવવા સૌ કાર્યકરોને આવહાન કરવામાં આવ્યું હતું તેમને કાર્યક્રમ ના આયોજન બાબતે પંચમહાલ જિલ્લા સંગઠને ધન્યવાદ આપ્યો હતો.
યુવા મહામંત્રી સુખદેવસિહ તથા યુવા મંત્રી ચંદનબેન ખરાડીએ પણ યુવા ટીમને સંબોધિત કર્યા હતા.
પ્રદેશ ઉપાધ્યક્ષ સાથે પ્રદેશ યુવા ટીમમાંથી ઉપાધ્યક્ષ ઘનશ્યામસિહ ઝાલા, યુવા ઉપાધ્યક્ષ જયરાજસિંહ ચાવડા, યુવા ઉપાધ્યક્ષ અજયભાઇ દુધાત, યુવા ઉપાધ્યક્ષ પિયુષભાઇ કાકડિયા, યુવા મંત્રી ચંદનબેન ખરાડી, યુવા જોઈન્ટ સેક્રેટરી હર્ષભાઈ સોલંકી, દાહોદ જિલ્લા યુવા પ્રભારી જયદીપભાઈ પારેખ સહિત પદાધિકારીઓની હાજરી રહી હતી.
પંચમહાલ જિલ્લામાંથી પ્રદેશ, જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.