Gujarat

ચુંટણી ટાણે વાયદાનો”ખો”આપી સંતાઈ ગયેલી”આપ”ના કાર્યકરો ભાજપ માં જોડાયા

Published

on

(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)

ગુજરાત ભાજપ દ્વારા આવનારી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને લઇને પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યલયનુ ખાતમર્હુત કરવામાં આવ્યું હતુ. જે પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકોએ હાજરી આપી હતી. જ્યાં સભાને સંબોધતા સી.આર પાટીલે કોંગ્રેસ પર આંકરા પ્રહારો કરી છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યકરોના વખાણ કર્યાં હતા.

Advertisement

આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, કાર્યાલય હોવુ જરૂરી છે. આવનાર મહિનામાં કાર્યાલય અંહી ઝડપથી બની જાય તે નિર્ણય પાર્ટીએ કર્યો છે તેનો યશ અહીના કાર્યકરોને જાય છે. આ જિલ્લામાં “ભાજપના કાર્યકરોએ ભાજપનો ડંકો વગાડ્યો છે હવે જે કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યા તેમને પણ હવે લાગે છે કે કોંગ્રેસનું જહાજ ડુબવા તરફ જઇ રહ્યું છે”, અને સમયસર બહાર આવ્યા અને ભાજપે તેમને આવકાર્યા છે. આપ પાર્ટીમાં તેમણે જોયુ છે કે તેમને જનતાની સેવા કરવાની ભાવના નથી તેમને ચૂંટણી જીતી ભ્રષ્ટાચાર કરવો છે. પરંતુ આજે કોંગ્રેસ અને આપના નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કામ કરવા મળે અને તેમનામાં જનતાની સેવા કરવાની ભાવના છે એટલે ભાજપમાં જોડાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક વિશ્વવિક્રમ કરતા જાય છે. ચંદ્ર પર ચંદ્રયાન ઉતારવાની સફળતા દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મળી. આજ સુધી દુનિયાના કોઇ દેશોએ સુર્ય પર જઇશું તેમ નથી કહ્યુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે, ભારત સુર્ય પર પહોચશે. આદિવાસી સમાજના વિકાસ માટે ઘણા કામો કર્યા છે, અને કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતી બનાવ્યા છે. કોંગ્રેસે આદિવાસીઓના મત માટે આદિવાસી સમાજ સાથે ફકત રાજકારણ કર્યુ. વિધાનસભા ચૂંટણીમાં કાર્યકરોએ જે રીતે કામ કર્યુ છે તેનાથી મને વિશ્વાસ છે કે લોકસભા ચૂંટણીમાં પણ ભાજપનો ડંકો વાગશે.

Advertisement

* સી.આર પાટીલે કહ્યું “છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યકરોએ ડંકો વગાડતાં કોંગ્રેસનું જહાજ ડુબવા તરફ જઇ રહ્યું છે”

Advertisement

Trending

Exit mobile version