Connect with us

Chhota Udepur

સંશોધન માટે ગામડા ખૂંદતી લંડનની આભા જોગલેકર છોટાઉદેપુર ના ૧૦૦ ખેડૂતો સાથે મુલાકાત

Published

on

Abha Joglekar of London, clearing villages for research, met with 100 farmers of Chotaudepur
પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ બોરીયાદ ગામે ઈમ્પેરિયલ કોલેજ ઓફ લંડનની પી.એચ.ડી સ્કોલર આભા જોગલેકર જિલ્લાના ૧૦૦ ખેડૂતોને મળી પોતાના સંશોધન માટે ગામડાં ખૂંદી રહી છે.
ઈમ્પેરિયલ કોલેજ ઓફ લંડનમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવેલ મૂળ પુનાની વતની આભા જોગલેકર “શા માટે વૃક્ષો ઉગાડવા જોઈએ” વિષય પર અંગ્રેજી ભાષામાં પી.એચ.ડીનું સંશોધન પેપર તૈયાર કરી રહી છે.
આત્મા પ્રોજેક્ટના ટ્રેચર અને એફ.પી.ઓમાં સક્રિય રનેડા ગામના રાકેશભાઈ રાઠવા તેમને ડ્રાઈવર કમ ઈન્ટનરપ્રિટર તરીકે તેમને ખેડૂતો સાથે મુલાકાત કરાવે છે. આબહ જોગલેકર પ્રશ્નાવલીના માધ્યમથી પોતાનું સંશોધન કરે છે. રાકેશભાઈ દુભાષિયા તરીકે કામ કરે છે.
આભાએ ૫ વર્ષ સુધી મહારાષ્ટ્ર અને હિમાચલ વિસ્તારમાં એક સ્વૈચ્છિક સંગઠન સાથે કામ કર્યુ છે. વૃક્ષોનું નિકંદન અને ખેડૂતોની સમસ્યા આભાને પ્રાણપ્રશ્ન સમાન લાગે છે. તેણી તેના સંશોધન થકી લોકોને જાગૃત કરવા માંગે છે. ખેડૂતોના પ્રશ્નો અને પર્યાવરણ પ્રત્યે લોકો સંવેદનશીલ બને એ માટે આભાએ વિષય પસંદ કર્યો છે.
તેના સંશોધનનો મુખ્ય હેતુ લોકો શા માટે એગ્રો ફોરેસ્ટ્રી કરે છે? કેટલાક ખેડૂતો એગ્રો ફોરેસ્ટ્રી કેમ કરતા નથી? શા માટે લોકો અમુક પાક કરતા નથી? આવા સવાલોના નિરાકરણ પર આભા કામ કરી રહી છે.
આભા જોગલેકર સાથે વાત કરતા તેણીએ જણાવ્યું હતુ કે, બેંગ્લોરથી અઝીમ પ્રેમજી યુનિવર્સીટીમાંથી મેં માસ્ટર in ડેવલોપમેન્ટ સ્ટડી કરી જેમાં મારો વિષય હતો પર્યાવરણને પુન: ધબકતું કરવું. ત્યારબાદ મેં ૫ વર્ષ સ્વેચ્છિક સંસ્થામાં નૈસર્ગિક સંપદાને પુન: પ્રાપ્ય કરવા માટે કામ કર્યું છે. આ દરમિયાનમેં મોટે ભાગે ગ્રામીણ વિસ્તારોમાં જ કામ કર્યું છે. મારા પીએચડીનો વિષય પણ શા માટે આપણે ખેતી વિષયક વૃક્ષો ઉગાડવા જોઈએ. ખેડૂતો શા માટે એગ્રોફોરેસ્ટ્રી કરે છે.  વૈશ્વિક સ્તરે નૈસર્ગિક સંપદાને પુન:પ્રાપ્ય કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. સ્થાનિક લેવલે એગ્રોફોરેસ્ટ્રી ખુબ મુશ્કેલ છે જેને લઈને મેં મારો આ પી.એચડીનો વિષય રાખેલ છે. છોટાઉદેપુર જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રહીને હું ખેડૂતોના અભિપ્રાયો લેવા માંગું છું. આ બાબતે મને ખુબ શ્રદ્ધા છે કે અહીંથી મને ખુબ સારું એવું જ્ઞાન મળશે. “Abha Joglekar of London, clearing villages for research, met with 100 farmers of Chotaudepur
બોક્સ
શું છે એગ્રોફોરેસ્ટ્રી ? 
 ડીસીએફ વીએમ દેસાઈ જણાવે છે કે એગ્રોફોરેસ્ટ્રી એટલે ખેતીના પાક સાથે  ખેતીના વધારાની ખાલી જગ્યાએ મોટા વૃક્ષો વાવવા જેથી પર્યાવરણને ફાયદો થાય અને ૭-૮ વર્ષમાં ખેડૂતોને ફાયદો પણ થાય સામાજિક વનીકરણ સંસ્થાઓ આ બાબતે ખેડૂતોને માર્ગદર્શન આપતી હોય છે. આવા વૃક્ષો જેવાકે ચંદન, અરડુસો, નીલગીરી જેવા વાવી શકાય. એગ્રોફોરેસ્ટ્રી એટલેકે કૃષિ વાનીકા ખુબ વિશાળ વિષય છે, જેમાં ફિલ્ડ વિઝીટ, વેરાયટી, સ્પાન, રીસર્ચ, વૃક્ષોનો પ્રકાર, કાર્બન સીક્વેન્શેશન કેટલું છે એવી બધી બાબતો આધાર રાખે છે.  વીએમ. દેસાઈ, ડીસીએફ, છોટાઉદેપુર.
* ૧૦૦ જેટલા ખેડૂતોને મળીને રજુ કરશે પોતાનો શોધ નિબંધ
* નસવાડીના બોરીયાદ ગામે કરી રહી છે સંશોધન
error: Content is protected !!