Gujarat
આધાર અને પાનકાર્ડ લિંક માટે જે 1000 રૂપિયાનો ચાર્જ બંધ કરો ધારાસભ્ય અનંત પટેલની ઉગ્ર રજૂઆત
આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક માટે જે 1000 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે જેને લઇ ગરીબ અને આદિવાસી પ્રજા ઉપર આર્થિક બોજ વધે છે તેવી માંગ સાથે વાસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વાસદા તાલુકો 100% આદિવાસી તાલુકો છે ત્યારે અહીંના મોટાભાગ ના લોકો ખેતી કરી ને પોતાનું જીવન ગુજારે છે ત્યારે હાલમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવા માટે જે 1000 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે એ ચાર્જ આ ગરીબ આદિવાસી પ્રજાને પોસાય તેમ નથી જેને લઇ આજરોજ વાસદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલી વાંસદા સર્કિટ હાઉસથી મામલતદાર કચેરી સુધી યોજવામાં આવી હતી આ પ્રસંગે વાંસદા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથેજ વાંસદા મામલતદારને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકનો જે દંડ છે એ પાછો ખેંચવામાં આવે તેવી જ માંગ કરવામાં આવી છે.