Chhota Udepur
બાર ગામે BSNL એ ખોદેલા ખાડામાં બસ ફસાઈ જતાં શાળામાં વિધાર્થીઓની ગેરહાજરી
જેતપુરપાવી તાલુકાના બાર ત્રણ રસ્તા ઉપર છોટાઉદેપુરથી બાર જેતપુરપાવી જઈ રહેલી બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, બસ કલાકો સુધી મોડી પડવાને કારણે મુસાફરો અટવાયા હતા. અને શાળા ના વિધાર્થીઓની ગેર હાજરી બોલાઈ હતી
બાર ગામે બીએસએનએલના કોન્ટ્રાક્ટરે લાઈન ખોદી પણ યોગ્ય પુરાણ નહિ કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેબલ લાઇન નાખવા નું કામ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે. અને કોન્ટ્રાકટર દ્વારા ચારેય બાજુ લાઈન ખોદી નાખવામાં આવી છે. સ્થાનિકોને અવર જવર માટે પણ તકલીફ પડી રહી છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વાર BSNL માં ફરિયાદો કરી છતાં પ્રજાની ફરિયાદો કોઈ સાંભળવા તૈયાર નથી
લાઇન ની અધુરી કામગીરીએ આખા વિસ્તારને મુશ્કેલીમાં મૂક્યું છે. હાલ ચોમાસાની સીજન હોય વરસાદ ના કારણે ખાડામાં પાણી ભરાઈ જાયછે જેથી અજાણ્યા વાહન ચાલકો ને ખાડા ખોદયા હોવાની ખબર ના હોવાને કારણે અહી છાસવારે ગાડી ફસાઈ જવાના અને બાઇક ચાલકો સ્લીપ ખાઈ જવાના બનાવ બનેછે BSNL દ્વારા આ વિસ્તારની કામગીરી વહેલીતકે પૂરી કરવામાં આવે તેવી લોક માંગ કરી છે. BSNL વિભાગે ચારેય તરફ ખાડા કરી વિસ્તારને ખડોદ્રા બનાવી દીધું હોવાનો લોકો બળાપો કાઢી રહ્યા છે
(અહેવાલ કાજર બારિયા)