Panchmahal

પ્રાંત કચેરીના ઓપરેટરનો ભ્રષ્ટાચારના પાપનો ઘડો ACB એ મોભે ફોડયો

Published

on

(સલમાન મોરાવાલા સંતરામપુર)

સંતરામપુર પ્રાંત કચેરી માં ફરજ બજાવતા ઓપરેટર 70 હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા; પંચમહાલ જિલ્લા ACB એ લાંચિયા કર્મચારી ને દબોચી લીધો
સંતરામપુર પ્રાંત કચેરીમાં એ.સી.બી. ની ટીમે રેડ કરતા ખેડૂતના દાખલા ની ખરાઈ માટે 70,000 ની લાંચ લેતા સંતરામપુર પ્રાંત કચેરી ના ઓપરેટર રંગે હાથે ઝડપાઈ ગયો હતો પ્રાંત કચેરી નો વહીવટદાર લાંચ લેતા ઝડપાયો હતો એક કર્મચારી એકલા હાથે આટલો મોટો કાંડ કરી શકે તે વાત સમજ ની બહાર છે અધિકારીઓ વતીથી તમામ વહીવટ કરતો ઓપરેટર ઝડપાતા લાંચમાં અન્ય કેટલા અધિકારીઓ/ કર્મચારીઓ સંડોવાયેલા છે તેની તપાસ મોડી રાખતા સુધી ચાલી હતી.

Advertisement


પંચમહાલ જિલ્લા એ.સી.બી. ની ટીમે સંતરામપુર પ્રાંત કચેરીમાં લાંચ માંગી હોવાની ફરિયાદ પંચમહાલ ACB ને મળી હતી જેમાં ખેડૂત પાસે દાખલા ની ખરાઈ કરવા માટે ₹70,000 ની માંગણી કરતા તેઓ તે રકમ આપવા માંગતા ન હોય ખેડૂતે એ.સી.બી. પંચમહાલનો સંપર્ક કરતા પોલીસે સંતરામપુર પ્રાંત કચેરીમાં આજે ટ્રેપ ગોઠવી હતી જેમાં પ્રાંત કચેરીના ઓપરેટર તરીકે ફરજ શૈલેષ પટેલ ₹70,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે કડાણા તાલુકા પંચાયતમાં બે માસ પૂર્વ એક કર્મચારીએ આત્મહત્યા કરી હતી તેમાં પણ આ જ ઓપરેટરનું અને તેની ઉપરના અધિકારીનું નામ સંડોવાયું હતું તોડપાણી માં એક્કો ગણાતો લાંચિયા ઓપરેટરનો પાપ નો ઘડો પંચમહાલ ACB એ મોભે ફોડયો હતો.

Trending

Exit mobile version