Gujarat

ડેસર સિવિલ કોર્ટ નો હુકમ દલીલો ને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે વાદી નો દાવો નામંજૂર કર્યો

Published

on

રજીસ્ટર દસ્તાવેજ તથા રેવન્યુ રેકર્ડ ના ગામ નમૂના નં 7/12 માં વાદી નું નામ હોવા છતાં વાદી નો દાવો નામંજુર કરી અમો પ્રતિવાદીઓ ની તરફેણ માં ડેસર સિવિલ કોર્ટ નો હુકમ.

સદર કેસ ની ટૂંક માં હકીકત એવી છે કે, આ કામ  વાદી એ અમો પ્રતિવાદી ઓ વિરૂધ્ધ  દાવો દાખલ કરેલ.વાદી ની મુખ્યતવે દલીલ એવી હતી કે, વાદી ના પિતા એ વાદ વાળી જમીન વર્ષ 2012 માં રજીસ્ટર વેચાણ દસ્તાવેજ થી ખરીદ કરેલ અને ત્યાર બાદ સદર દસ્તાવેજ ના આધારે રેવન્યુ રેકર્ડ ના ગામ નમૂના નંબર 7/12 માં વાદી નું નામ દાખલ થયેલ અને હાલ માં 7/12 માં તેઓનું નામ નામ ચાલે છે. જેથી સદર વાદ વાળી જમીન ના તેઓ માલિક અને કબ્જેદાર છે.

Advertisement

વાદી ની સદર હકીકત નો અમોએ વિરોધ કર્તા નામદાર માં દલીલ કરી જણાવેલ કે વાદ વાળી જમીન અમોએ વર્ષ 1995 માં વેચાણ રાખેલ પરંતુ જે તે સમયે અમારી કાયદા ની આજ્ઞાનતા ના કારણે સદર વાદ વાળી જમીન માં રેવન્યુ રેકેર્ડ માં એન્ટ્રી પડાવવા ની રહી જવા પામેલ. અને અમોએ કરેલ ઉલટ તપાસ તથા દલીલો ને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે વાદી નો દાવો નામંજૂર કરેલ.

આ પોસ્ટ નો આશય જાહેર જનતા ના કાનૂની જ્ઞાન માં વધારો કરવા નો છે. એડવોકેટ એન. જી.ખાનજાદા

Advertisement

 

 

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version